________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www. kobatirth.org
અંતઃકરણ પરમાત્મા છે એ આધ્યાત્મિક ઉપાસના છે, અને આકાશ પરમાત્મા છે એ અધિદેવત ઉપાસના છે.
ત્રીજા અ.ના ૧૯માં ખંડમાં આદિત્યરૂપ બ્રહ્મની ઉપાસના વર્ણવે છે. આ
અધ્યાય-૪:
પ્રસિદ્ધ જનશ્રુતિ રાજાના પૌત્ર અને રેક્ય મુનિની આખ્યાયિકામાં અંતે, રક્વમુનિ દ્વારા સંવર્ગ વિધારેમાં વાયુદેવતાઓ અને પ્રાણ ઇન્દ્રિયોમાં સંવર્ગ છે, અર્થાતુ મુખ્ય છે તેમ જણાવે છે "સંવર્ગનો અર્થ પોતાનાં કારણમાં "લય” એવો થાય છે.
કપિગોત્રજ શોન અને અભિપ્રતારની પાસે ભિક્ષા માટે આવેલ બ્રહ્મચારીનાં વાર્તાલાપમાં વિરાટ જ અન્નનું ભક્ષણ કરે છે, તેના જ્ઞાનથી બધાનું જ્ઞાન થઈ જાય છે.
સત્યકામ જાબાલ અને મહર્ષિ ગૌતમ વચ્ચેના સંવાદમાં જાણી શકાય છે કે, જે સત્ય બોલે તે જ બ્રાહ્મણ છે. બ્રહ્મજ્ઞાન માટે આવેલા સત્યકામને ગાયો ચરાવવા માટે મોકલે છે, ત્યાંથી પાછા ફરતાં સંડ, અગ્નિ, હંસ અને મદ્રગુપક્ષીએ સત્યકામને બ્રહ્મનો ઉપદેશ આપ્યો.”
મહર્ષિ ઉપકસલને અગ્નિ પ્રાણ જ બ્રહ્મ છે વગેરે, ગાઈપત્ય અગ્નિએ પૃથ્વી વગેરે બ્રહ્મ છે, દક્ષિણાગ્નિએ જળ વગેરે બ્રહ્મ છે, આહનીય અગ્નિએ પ્રાણ વગેરે બ્રહ્મ છે. આ વિદ્યા અગ્નિએ આપી હોવાથી "અગ્નિવિધા" તરીકે અને આત્મજ્ઞાનની તિધા હોવાથી "આત્મવિધા" તરીકે પ્રસિદ્ધ છે. આ વિદ્યાના ફળને આચાર્યશ્રી કહેશે તેમ અગ્નિઓ જણાવે છે. આચાર્યશ્રી સત્યકામ જાબાલ ચક્ષુમાં જે પુરુષરૂપ દેખાય છે, તે જ અવિનાશી અને અભય બ્રહ્મ છે તેમ જણાવે છે.
નિત્ય કર્મોનાં અનુષ્ઠાનમાં એક કાર્ય પૂર્ણ થયા વિના બીજા કર્મોનાં વચ્ચે આભ ન કરવો જોઈએ. જો કરવામાં આવે તો કર્મ, યજમાન બન્નેને નાશ થાય છે.*
પ્રજાપતિ લોકનાં ઉદ્દેશ્યથી તપ કરવા લાગ્યા, તેમણે પૃથ્વી વગેરેમાંથી રસને ગ્રન્ડણ કર્યા. ત્યારબાદ યજ્ઞમાં રહેલ દોષને દૂર કરવા માટે "." વગેરે આહુતિથી બ્રહ્મા દોષને દૂર કરે છે તેમ જણાવે
અધ્યાય-૫ ;
"પ્રાણ જ શ્રેષ્ઠ" તે બાબતમાં મન ચલુ વગેરે એક એક વર્ષ શરીરમાંથી બહાર ચાલ્યા ગયા, ને
૩૮
For Private And Personal Use Only