________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
બહાર પડેલા વીર્યમાંથી અને બીજો કુંભમાંથી વસિષ્ઠનો જન્મ થયો. આ બે પરંપરામાં બીજી પરંપરા વધુ યોગ્ય લાગે છે. કારણ કે ઋગ્વેદમાં ઉપર્યુક્ત ઋચામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે “મિત્રાવરુણે કુંભમાં મૂકેલા વીર્યમાંથી સર્વપ્રથમ અગસ્ત્ય(માન, ઉત્પન્ન થયા અને પછી વસિષ્ઠ' અહીં પ્રા. દાંડેકર સ્પષ્ટ જણાવે છે કે ''તતઃનો અર્થ દૂરાકૃષ્ટ છે.’
17.30
ડૉ. અ. દે. શાસ્ત્રી ’પુષ્કર'નાં સંદર્ભમાં જણાવે છે કે યાસ્કનાં ગતે પુષ્કરો અર્થ જળ અથવા અંતરં છે. જો પુષ્કરનો અર્થ જળ લઈએ તો કુંભમાં વાસતીવર જળ છે અને વિશ્વદેવોએ એને ધારણ કર્યું; તથા કુંભમાંથી જ પહેલાં અગસ્ત્ય અને પછી વસિષ્ઠ જન્મ્યા એવો અર્થ બંધ બેસતો થાય છે. અહીં વસિષ્ઠને ઉર્વશીના માનસપુત્ર કહ્યા છે કારણ કે વસિષ્ઠના જન્મને ઉર્વશીના શરીર સાથે કોઈ સંબંધ નથી.
11
: ૧.૭૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩) શકાયન્ન મુનિ
બૃહદ્રથ રાજા કઠોર તપશ્ચર્યા કરે છે. ત્યારે તેની પાસે આવી તેને બ્રહ્મજ્ઞાન આપે છે.
(૪૪) શિલક :
મહર્ષિ શાલાવાનના પુત્ર છે, તેઓ ઉી વિદ્યાના જ્ઞાતા છે. તેમ છતાં તેનાં રહસ્યને વિશેષ સમજવા માટે દાલભ્ય અને પ્રવાહણ સાથે સંવાદ રચે છે.1૦૩
"શાલાવતિ”નાં વંશજ હોવાને કારણે શાલાવ ય પૈતૃક નાળ છે,
(૪૫) શુકદેવજી :
તેઓ જન્મથી જ આત્માનંદમાં તત્પર રહેનારાં હતાં. તેઓએ કોઈનાં ઉપદેશ વિના લાંબા સમય સુધી તપશ્ચર્યામાં રહ રહી; પોતાનાં પિતાજી મહર્ષિ વ્યાસ પાસે આત્મજ્ઞાન માટે ગાયાં. તેમની પાસેથી સંતોષ ન થતાં તેઓની સૂચના અનુસાર વિદેહનગરના રાજા જનક પાસે ગયા.'
તેઓ ભગવાન વેદવ્યાસના પુત્ર હતાં, તેમની માતાનું નામ ચેટિકા અથવા પિંગલા હતું. તેઓએ બાર વર્ષ સુધી ગર્ભમાં રહીને જ વેદ, વેદાંગ, મોક્ષશાસ્ત્ર વગેરેનો અભ્યાસ કર્યો હતો. માતાને કષ્ટ થતાં મહર્ષિ વ્યાસજીએ બાળકને પૂછ્યું કે તમે કોણ છો ? બાળકે જવાબ આપ્યો, "યૌરાસી લાખ યોનિઓમાં ભ્રમણ કર્યા બાદ હવે કેવી રીતે બતાવી શકું કે હું કોણ છું?” બહાર આવવાનું કહેતાં જણાવ્યું કે "સંસારમાં ફરતાં-ફરતાં વિરક્તિ થઈ ગઈ છે. બહાર આવતાં જ માયાના સ્પર્શથી વૈરાગ્ય નષ્ટ થઈ જશે." મહર્ષિ વ્યાસે સંસારથી દૂર રાખવાનું આશ્વાસન આપતાં બહાર આવ્યાં અને વની તરફ ચાલવા લાગ્યાં. પિતાએ
૪૯
For Private And Personal Use Only