________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
તપશ્ચર્યા કરીને દૂર શ્રવણ, દિવ્યદૃષ્ટિ વગેરે અનેક વિદ્યા પ્રાપ્ત કરી હતી. તેઓશ્રી પોતાની તપસ્યાની બાબતમાં કહે છે કે તપસ્ય.થી એટલી શક્તિ સંચિત કરી છે કે ઈચ્છિત વરદાન આપવા માટે હું શક્તિમાન
છું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કૌરવ–પાંડવોનાં પિતામહ હતાં, તેથી હંમેશાં તેઓના હિતમાં તત્પર રહેતાં હત.. એટલું જ નહિ; દુર્યોધન વગેરે તેની સલાહનો અવગણના કરે છે તેથી તેઓ પાંડવોનાં હિતચંતક અને તેમાટે કાર્ય કરતાં જોઈ શકાય છે. તેઓ જન્મેજયનાં સર્પસત્રમાં પણ હતાં અને પોતાના શિષ્ય વૈશંપાયનને સ્વરચિત મહાભારતની કથા સંભળાવવાની આશ કરી હતી.
તેઓશ્રીનું ઘુતાચી નામની અપ્સરાથી શુક નામનો પુત્ર ઉત્પર થયો હતો. જ્યારે સ્કંદ પુ.માં જાબાલિ ઋષિની કન્યા ટેિકાથી ઉત્પન્ન થયેલો દર્શાવ્યો છે. શુક ઉપરાંત ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નિયોગ પદ્ધદિથી ઉત્પન્ન થયેલાં પુત્ર છે.
વ્યાસ કુરુક્ષેત્ર, દ્વારુકાવન, બદરિકાશ્રમ વગેરે જગ્યાએ રહેલાં હતાં. તેઓનાં શિષ્યોમ સુમંતુ, વૈશંપાયન, જૈમિનિ, શૈલ વગેરે મુખ્ય છે.
મહર્ષિ વ્યાસનો ધર્મસંદેશ એ જ છે કે ચતુધિ પુરુષાર્થોમાં; ધર્મના આચરણ દ્વારા જ અર્થ અને કામની સિદ્ધિ કરવી જોઈએ. ફારણ કે મનુષ્યજાતિ અને સમગ્ર સૃષ્ટિનું હિત જ ધર્મ આચરણ દ્વારા અર્થકામ અને મોક્ષની પ્રાપ્તિમાં છે. આ સંદેશ તેઓ વારંવાર આપે છે તેમ છતાં કાંઈ સાંભળતું નથી તેથી જ મહાભારતમાં પોતાની વ્યવાને વ્યકત કરતાં જણાવે છે કે 'હું હાથ ઊંચા કરી કરીને કહું છું પરતું કોઈ સાંભળતું નથી, ધર્મથી જ અર્થ અને કામ સિદ્ધ થાય છે, શા માટે તેનું સેવન કરવામાં નથી આહતું ?
$!
ડૉ. રામકૃષ્ણ આચાર્યનાં મતે બ્રહ્મસૂત્રોના રચયિતા બાદરાયણ અને શ્રીમદ્ ભાગવતના રચયિતા કૃષ્ણદ્વૈપાયન વ્યાસ બન્ને અગ્ વ્યક્તિ છે, તેઓ આ બાબતે એવો તર્ક રજૂ કરે છે કે મહાભારત, વિષ્ણુપુરાણમાં બાદરાયણનાં નામનો ઉલ્લેખ નથી પરંતુ આ મતનું ખંડન કરતાં ડૉ. ચતુર્વેદી જણાવે છે
કોઈ ગ્રંથમાં નામનો ઉલ્લેખ ન હોય તો તે કોઈ પ્રમાણ બની શકે નહિ. જેમ કે કવિ કાલિદાસે પોતાના ગ્રંથમાં નામનો જ ઉલ્લેખ નથી કર્યો તો તેને તેઓની કૃતિ ન માનવી ! તેજ રીતે તેઓશ્રી પોતાના અ મતના સમર્થનમાં કોઈ વૈષ્ણવ આચાર્યનું પ્રમાણ આપતા નથી માટે તેઓનો મત નિરાધાર છે. કારણ કે મહાભારતમાં જ સ્પષ્ટ રીતે વેદાન્ત રચયિતા, યોગકર્તા વગેરેના રૂપમાં કૃષ્ણ દ્વૈપાયન નામનો ઉલ્લેખ છે.જર
છ
For Private And Personal Use Only