________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
જન્મથી નહીં પરંતુ કર્મથી જ વર્ણાશ્રમ વ્યવસ્થા ઉવ.નાં સમયમાં હતી, એટલું જ નહીં તે વ્યવસ્થાના
ભાગરૂપ જ હતી, બંધનરૂપ નહીં.
(૧૧) આચાર મીમાંસા :
નીતિમય અને સદાચારમય જીવન મનુષ્યમાં રહેલી પશુવૃત્તિને કાબુમાં રાખે છે. એટલું જ નહીં ધીરે-ધીરે આત્મવિકાસ તરફ આગળ વધારે છે. નીતિમય જીનન એટલે ફકત ઇન્દ્રિયને સહજ સ્ફૂર્તિનું નહીં, પણ વિવેક અને બુદ્ધિનું જીવન છે. બુદ્ધિ દ્વારા ધીરે-ધીરે પરશુજીવનમાંથી માનવજીવનનું નિર્માણ કરવાનું છે. બુદ્ધિનો જો તે રીતે ઉપયોગ ન થાય તો મનુષ્યમાં અને પશુમાં કોઈ ફેર નથી. દુષ્ટ માણસો જ સંસારના પદાર્થોને દેવમાનીને પૂજે છે. જે આપણને છા. ઉપ.માં રહેલા વિરોચના દૃષ્ટાંતળી સમજાય છે, વિરોચન પ્રજાપતિ બ્રહ્મા પાસેથી શાંત હૃદયધી અસૂરો પાસે ગર્યા અને રાક્ષસોને ઉપદેશ આપ્યો કે 'આ શરીર એ જ આત્મા છે. એ શરીરાત્માને જ પૂજવાં જોઈએ.” વગે૨ે તેથી આજે પણ શરીરને પૂજવાવાળા, દાન ન આપનાર, યજ્ઞ ન કરનારને અસુર કહે છે, કેમ કે આ અસુરોનાં સિદ્ધાંત છે.૧૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિથી ચાલતું જીવન જ નિઃસ્વાર્થ સેવાથી ભરેલું હોય છે. બુદ્ધિ જણાવે છે કે માણસ ‰ સમગ્ર સમાજનો અંશ છે, તે સમાજના હિતથી અળગો એવો કશો સ્વાર્થ હોતો નથી અને તેથી પોતાના રવાર્થને સમાજના હિત કરતાં ગૌણ માને તે રાજ્જન અને એથી ઉલટું કરે તે દુર્જન.
11
આપણે વસ્તુમાત્ર-માત્રમાં ઈશ્વર છે. એમ માનીને આચરણ કરવું જોઈએ. તેથી જ નીતિય જીવન એટલે ઈશ્વરપરાયણ અને માનવજાતની સેવા કરવાના ઉત્સાહવાળું જીવન હોવું જોઈએ. બીજાને માટે થઈ ત્યાગ કરવાની ભાવનાવાળું જીવન હોવું જોઈએ.
છા. ઉપ.માં પિગોત્રજ શૌનક અને કક્ષસેનનો પુત્ર અભિપ્રતારી ભોજન લેવા બેસે છે, ત્યારે એક બ્રહ્માચારી આવીને ભિક્ષા માગે છે તેને 'ના' પાડવામાં આવે છે. તે બ્રહ્મચારી જણાવે છે કે પ્રજાપતિ દેવ ભુવનનું રક્ષણ કરનાર અને લીન કરનાર છે. ત્યારબાદ તેનાં કથનનો અર્થ સમજા તે પરબ્રહ્મ અને મહાન્ દેવની જ અમે ઉપાસના કરીએ છીએ તેમ જણાવી ભિક્ષા આપવાનું સૂચન કરે છે.
ધન-સંપત્તિ, સ્ત્રી—પુત્રાદિકનો ત્યાગ કરી મુક્તિ માટે ભિક્ષુ બનતાં તેમજ દારિદ્રય અને જીવનની વિશુદ્ધિ દ્વારા આત્માની વિમુક્તિ મેળવવા પ્રયત્ન કરતાં તેઓએ ઘરસંસારમાં બાંધી રાખનાર સર્વબંધનને તેમણે તોડી નાંખ્યાં હતા. એવા તપસ્વીઓના આ સમૂહોએ બૌદ્ધોના ભિક્ષુ જીવનને માટે માર્ગ તૈયાર કર્યો. વિશુદ્ધિ અને ત્યાગથી ભરેલું રાંન્યાસીનું જીવન એ મોક્ષનો મુખ્ય માર્ગ છે એમ સ્વીકારવામાં આવ્યું
૪૩૪
For Private And Personal Use Only