SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org. Acharya Shri Kailassagarsuri manmandir ઉપ.માં કર્મકાંડનાં વ્યવહારોની અલગથી વ્યાખ્યા કરવામાં આવી છે. કર્મકાંડનો ઉદ્દેશ નને આધ્યાત્મિક અનુભૂતિ માટે તૈયાર કરવાનો છે. કર્મકાંડનું આચરણ કરતાં--કરતાં મર્યાદિત આવરણને ત્યજીને પરમ સત્યની સાથે એકરૂપતામાં મુક્તિને શોધે તે તરફ પ્રેરિત કરવાનું છે.“ જો કર્મકાંડનું અનુષ્ઠાન તેનાં અર્થને સમજયા વગર કરવામાં આવે તો વ્યર્થ જાય છે એટલું જ નહિ કયારેક; આપત્તિજનક બને છે. હઠપૂર્વક અનુષ્ઠાન કરનારનું માથું પણ નીચે પડી જાય છે. અસમજપૂર્વક કરવામાં આવતાં અનુષ્ઠાન કરતાં સમજપૂર્વક કરવામાં આવતું અનુષ્ઠાન વશેષ ફલદાયક બને છે ૪૩ 1 પુરુષનાં આત્મયજ્ઞનાં વિષયમાં ઘોર ગિરસ ર્ષિ જણાવે છે કે જે ખાવાની ઈચ્છા કરે છે, પીવાની ઈચ્છા કરે છે, પરંતુ તેમાં આસક્ત નથી થતો તે જ તેની દીક્ષા છે. જે ખાય છે, પીએ છે અને પ્રીતિ કરે છે, તે ઉપસદને પ્રાપ્ત કરે છે. જે હસે છે, ભક્ષણ કરે છે તે બધી સ્તુતિના સ્તોત્રોને પ્રાપ્ત કરે છે. તપ, દાન, સરળતા, અહિંસા, સત્યવચન વગેરે શુભકર્મ તે પુરુષની દક્ષિણા છે. “પ્રસૂત થશે” કે “પ્રસુત થયું” તે તેનો જન્મ છે અને મરણ એ અજ્ઞાપ્ત અવમૃથ સ્નાન છે. આ આત્મયજ્ઞનાં અંતે ઋષિ કહે છે કે તેણે પરણ સવયે (૧) નમે ક્ષતરહિત હો (૨) તમે નાશ રહિત છો (૩) તમે સૂક્ષ્મ પ્રાણ છો. એ ત્રણ મંત્રોનો જપ કરવો જોઈએ. આ રીતે યશની ઉપાસના કરનાર સૂર્યરૂપ પ્રકાશને પ્રાપ્ત કરે છે.” યશનાં સંબંધમાં જણાવે છે કે પ્રાઃકાલનું રાવન વસ્તુઓનું છે, મધ્ય દિવસ રુદ્રનો છે અને સાયં સવન આદિત્યોનું છે. યજ્ઞમાં યજમાનનાં લોકને જાણ્યા વગર જે યજ્ઞ કરે છે તે અજ્ઞાની છે, તેમ જણાવી સાય, મધ્યાહન અને સાયં યજ્ઞનાં દેવતા અને તે કરવાની પદ્ધતિ વર્ણવે છે. ૫ ૪૨૦ For Private And Personal Use Only યજ્ઞમાં છિદ્ર હોય/ભૂલ થઈ હોય તો પ્રાયશ્ચિત માટે; ૠચાની ભુલ માટે ગાર્હપત્યાગ્નિમ 'મૂદ્રવાહો'' એ મંત્રથી હોમ કરે, યજુષમાં છિદ્ર હોય તો દક્ષિણાગ્નિમાં 'મુવઃ સ્વાા'એ મંત્રથી હવન સામ સંબંધી છિદ્ર હોય તો "સ્વઃ સ્વાહા" એ મંત્રથી આહવનીય અગ્નિમાં હતન કરે. ઘ પંચમહાયજ્ઞ - ભારતીય સંસ્કૃતિમાં પિતૃયજ્ઞ, અતિથિ, ભૂત, દૈવ, બ્રહ્મયજ્ઞ એ પાંચ યજ્ઞનું અત્યંત મહત્ત્વ છે. ઉપ માં પણ તેનાં મહત્ત્વને દર્શાવ્યું છે.
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy