________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નીતિશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્ર લોકો સમક્ષ મૂકી તેની જનજીવન પર વ્યાપક અસર દર્શાવી. આ સામે મિારતીય વિદ્વાનોએ ઉપનિષદને માનવધર્મના શાશ્વત ગ્રંથ તરીકે બિરદાવ્યા. આ સંદર્ભમાં રાજા રામ મોહનરાય, રવીન્દ્રનાથ ટાગોર તથા રામકૃષ્ણ મિશનના વિદ્વાન સાધુઓનું કાર્ય પ્રશંસનીય છે. B) ઉપનિષદોની સંખ્યા અને વર્ગીકરણ :
ઉપનિષદની સંખ્યા બાબતમાં વિદ્વાનોમાં મતભેદ છે. તેમ છતાં સામાન્ય રીતે ૧૦૮ ઉપનિષદ અને મુખ્ય ૧૩ ઉપનિષદ એ રીતે માનવામાં આવે છે. તેમાં ૧૩ મુખ્ય ઉપનિષદ પ્રાચીન છે અને બીજા ઉપનિષદ તેના પ્રમાણમાં અર્વાચીન છે. મુક્તિકોપનિષદ્દમાં શ્રી રામચંદ્રજી હનુમાનને તેના પ્રશ્નના જવાબમાં, વેદ પરમાત્મામાં સ્થિત છે અને વેદોમાં ઉપનિષદ રહેલી છે તેમ જણાવી ૧૦૮ ઉપનિષદ ગણાવે છે.
શ્રી રામચંદ્રપ્રભુ ઋગ્વદની એકવીસ, યજુર્વેદની એકસો નવ, સામવેદની હજાર અને અથર્વવેદની પચાસ શાખાઓ છે તેમ જણાવીને તે દરેક શાખાને એક-એક ઉપનિષદ પણ છે, તેમ કહે છે. તે પ્રમાણે ગણનાં એક હજાર એકસોને એસી(૧,૧૮૦) ઉપનિષદો થાય. પરંતુ મુક્તિકોપનિષદ્ તે બધામાં સારરૂપ ૧૦૮ ઉપનિષદો છે. તેમ જણાવી તેમાં સર્વપ્રથમ માડૂક્ય અને ત્યારબાદ શિ. વગેરે દસ ઉપનિષદની વાત કરે છે. આ ઉપરાંત (૧૧) કૌતિક, (૧૨) શ્વેતાશ્વેતર અને (૧૩) મૈત્રાયણીને પણ પ્રાચીન માનવામાં આવે છે.
પ્રાચીનતાની દષ્ટિએ બૃહદારણ્યક અને છે. વિશેષ મહત્ત્વનાં છે. શ્રીમદ્ આધ જગદ્ગુરુ શંકરાચાર્યે બ્રહ્મસૂત્ર ઉપરના ભાગ્યમાં તેમાંથી અવતરણો લીધેલાં છે. તેમજ ઈશાં. વગેરે દસ ઉપર શ્રીમશંકરાચાર્યે તેમજ અન્ય આચાર્યોએ ભાષ્ય રચેલાં છે. આ ૧૩ ઉપનિષદો વેદાન્ત તત્વોનું પ્રતિપાદન કરનારાં હોઈ વિશેષ શ્રદ્ધાવાન માનવામાં આવે છે. જ્યારે અન્ય ઉપનિષદો દેવતા વિષયક છે તેથી તેને તાત્રિક માનવામાં આવે છે. તંત્રોને વેદથી વિરુદ્ધ કે અવાંચીન માનવાં એ તદ્દન બ્રિાન્સફલક સિદ્ધાંત છે. આ ઉપનિષદોમાં વૈષ્ણવ, શાક્ત, શૈવ તેમજ યોગ વિષયક ઉપનિષદો મુખ્ય છે. વેદાન્ત સૂત્રોમાં બ્રહ્મસૂત્રોમાં) ઉપનિષદના વાક્યોની ચર્ચા છે. તેમાં આઠ ઉપનિષદનાં વાક્યો છે. જેમાં સામાન્ય રીતિ બધા ભાણકાર સંમત છે ”
આધુનિક સંશોધનના પરિણામે ઉપનિષદની સંખ્યા ૨૫૦ સુધી પહોંચી છે. ૨૦૦ ઉપરાંત ઉપનિષદો પ્રકાશિત થયેલાં છે. હજુ પણ કેટલાંક અપ્રકાશિત છે. અમુક કાળની ગતમાં અપ્રાપ્ત છે. કલ્યાણના ઉપનિષદુઈ અંકમાં ૨૨૦ પ્રકાશિત ઉપનિષદોની યાદી આપેલ છે. તેમાં કેટલાંક સાંપ્રદાયિક
૧૧
For Private And Personal Use Only