SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org કર્મ મીમાંસા - ૪.૪.૧૦ - ભારતીય દર્શનમાં 'કર્મ"નો સિદ્ધાન્ત વિશેષ મહત્ત્વનો છે. કર્મ-અકર્મ-વિકર્મ એમ કહીને ગીતાએ કર્મની ગતિને ગહન બતાવી છે. તે જ રીતે પ્રારબ્ધ, મોગ્ય અને સંચિત એમ અન્ય રીતે કર્મનાં ત્રણ પ્રકાર છે. ભારતીય ચિંતનધારામાં સાધકે કર્મ કરવા જોઈએ કે નહીં, કર્મ કરવાથી બંધન ક્યારે ૨ લાગે કયારે ન લાગે વગેરે બાબતોની ચર્ચા ઉપનિષદો કરે છે. નિત્ય કર્મોનું અનુષ્ઠાન : U નિત્યકર્મ : Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ નિત્ય કર્મોનાં અનુષ્ઠાનમાં એક કર્મ પૂર્ણ થયા બાદ બીજા કર્મોનો આરંભ કરવો જોઈએ. વચ્ચેથી અન્ય વ્યક્તિ દ્વારા બીજા કર્મનો આરંભ કરી દેવામાં આવે તો કર્મ, યજમાન બન્નેનો નાશ થાય છે. આ બાબત સામાન્ય તર્કથી સમજી શકાય એમ છે; કારણ ; સામાન્ય વ્યવહારમાં પણ એક ફર્મ પૂર્ણ થયા બાદ અન્ય કર્મનો આરંભ શક્ય બને છે; વચ્ચે બીજુ કર્મ શરૂ કરવામાં આવે તો અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે. અને પરિણામ સ્વરૂપે કર્મ કરનાર વ્યતિ કરાવનાર વ્યક્તિ બન્ને મુશ્કેલીમાં મુકાય છે. નૈમિત્તિક કર્મ : પ્રસંગોપાત્ત કરવામાં આવતા કર્મ નૈમિત્તિક કર્મ છે. યજ્ઞોપવીત, લગ્ન વગેરે કર્મો તેમજ તહેવારો નિમિત્તે કરવામાં આવતા કર્મો નૈમિત્તિક કર્મો છે. પ્રારબ્ધ, સંચિત અને કાદમ્ય એમ કર્મનાં ત્રણ પ્રકાર છે. આ કર્મથી પ્રેરાઈને જ જીવ ક્રિયા કરે છે. (૧) પ્રારબ્ધ કર્મ : જે કર્મ ફળ આપવા તત્પર યઈ ગયું છે અને જેના પરિણામ સ્વરૂપે આ શરીર પ્રાપ્ત થયું છે ત. આ કર્મ પોતાના શુભાશુભ ફળ આપે છે. જ્ઞાન પ્રાપ્તિ થાય ત્યારે સંચિત અને કામ્ય કર્મ નાશ પામે છે, પરંતુ પ્રારબ્ધ કર્યા તો ભોગવવાનું જ રહે છે. જેવી રીતે કુંભારનો ચાક શરૂ થયા બાદ પૂર્ણ થાય ત્યારે જ ઊભો રહે છે. તેમ પ્રારબ્ધ કર્મ તો જ્ઞાન પ્રાપ્તિ થયા બાદ પણ ભોગવવું જ પડે છે. આ કર્મ જીવન્મુકત દશામાં ભોગવાય છે. તેથી જ બુક્તિના જીવન્મુક્તિ અને વિદેહ મુક્તિ એમ બે પ્રકાર પડે છે. ', ૨૮૨ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy