________________
Shri Mahavir Jain Aradhana Kendra
જીવ્
www. kobatirth.org
-
૪.૪.૩
' 'જીવ' શબ્દનાં બે અર્થ છે. એક જીવ એટલે કોઈપણ સચેતન, જીવંત પ્રાણી બીજો, વ્યક્તિરૂપને પ્રાપ્ત થયેલ પિંડભૂત ચેતન તત્ત્વ જે એકથી બીજા જન્મમાં પસાર થઈને ઉત્ક્રાન્તિ સાધનાર પ્રાણીને તેની જીવનગતિમાં ટકાવી રાખે છે તે. આ બીજા અર્થનાં 'જીવાત્મા' એટલે કે જીવંત પ્રાણીમાં રહેલ સનાતન આત્મા એવો શબ્દ વપરાય છે." ગીતામાં પણ ભગવાન તેને જ સનાતન અંશ તરીકે વર્ણવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો જણાવે છે કે વિશ્વના પરિમિત પદાર્થોમાં સૌથી ઊંચી કોટિની સત્તા અર્થાત્ હસ્તી તે જીવાત્માની છે. તે સાક્ષાતુ પરબ્રહ્મ નથી એ ખરું, પણ તેનું સ્વરૂપ પરબ્રહ્મને વધારેમાં વધારે મળતું આવે છે. કેટલીક જગ્યાએ જીવાત્માને વિશ્વના પ્રતિબિંબરૂપ માનેલો છે.આખું જગત એં પરિમિત પદાર્થોનાં, અપરિમિત બનવાના, પુરુષાર્થની ક્રિયા છે અને એ પુરુષાર્થ જીવાત્મામાં પણ ચાલી રહેલો દેખાય છે. છા. ઉપ. જણાવે છે કે "અગ્નિ, જળ અને પૃથ્વી એ ત્રણ મહાભૂતો અને અક્ષર અપરિમિત આત્માએ મળીને જીવાત્માનું સ્વરૂપ ઘડાય છે."
મનુષ્ય એ સત્ તત્ત્વની જુદી જુદી અવસ્થાઓને ભેગી થવાનું ઠેકાણું છે. પ્રાણ વાયુને મળતો આવે છે જેવો વિશ્વમાં વાયુ તેવો મનુષ્યમાં શ્વાસ છે. મન આકાશને મળતું આવે છે. જેવું વિશ્વમાં આકાશ તેવું મનુષ્યમાં મન છે. વગેરે દરેક બાબતો મનુષ્ય શરીરમાં રહેલી છે. એમાં જે દૈવી તત્ત્વ છે તેને આપણે આનન્દાવસ્થા કહીએ છીએ, તેને લીધે એ આત્મા વિરલ ક્ષણોમાં ૫૨માત્મા જોડે સીધા, અપરોક્ષ સંપર્કમાં આવે છે. જીવાત્મા અથવા શરીર કે દેહી તે ઇન્દ્રિયોને મન સાથે જોડાયેલો આત્મા છે.
'
સત્ તત્ત્વ જ જીવ છે, તે જ જરાયુજ, અંડજ અને ઉદ્ભિજમાં જીવરૂપે પ્રવેશે છે. આમ બ્રહ્મ એ જ જીવ સ્વરૂપે આવે છે. અરણિમાં અગ્ન ગુપ્તરૂપે રહે છે, તલમાં તેલ તેવી જ રીતે પરમાત્મા, જીવાત્મામાં ગૂઢ રીતે રહેલ છે. તે પરમાત્મા સત્ય અને તપ વડે પ્રગટ થાય છે. તેને જાણવાનું રહસ્યરૂપ સાધન એટલે ઉપનિષદ્. E -
さら
છા, ઉપ. જણાવે છે કે- ''પરબ્રહ્મ જગતનું સર્જન કરી તેમાં જીવભાવે પેઠા છે. આ શ્રુતિ બ્રહ્મ સ્વયં જીવભાવ ધારણ કરે છે એવું સૂચવે છે. આ બાબત જ જણાવે છે કે- જીવચેતન એ બ્રહ્મનું કાર્ય નથી, પરંતુ તે બ્રહ્મની અવસ્થા વિશેષ અથવા રૂપ વિશેષ છે.
"શારીરાત્મા ઉત્પન્ન થયેલો પદાર્થ નથી, પરંતુ તે નિત્ય વસ્તુ છે એમ શ્રુતિઓ વર્ણવે છે. તે
ક
For Private And Personal Use Only