________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વભાવવાળું એટલે કે ભોમ્ય, ભોક્ત અને પ્રેરક ઈશ્વરના ગુખ ગુણધર્મવાળું એક રસાત્મક છતાં પ્રેરક પરમેશ્વર ચેતનાના સંકલ્પદ્વારા જયારે અવ્યાકુત દશામાંથી વ્યાકત દશામાં, અવ્યક્તમાંથી બકન દશામાં આવે છે, ત્યારે તેમાં અંતર્ગત રહેલા ભેદો બહિર્ગત થાય છે. •
પ્રા. દવે બ્રહ્મ સ્થળ-કાળથી પર ગણાવે છે, તે સર્વત્ર હોવા છતાં નિશ્ચિત સ્થળ અને સમયમાં તેને મૂકી શકાય નહીં. જ્યારે દરેક પદાર્થ સ્થળ અને કાળની મર્યાદામાં રહેલાં છે. તેથી બ્રહ્મને તેનું કારણ ગણી શકાય નહીં. છતાં ઉપનિષદો તેને પ્રથમજ' તરીકે સ્વીકારે પણ છે. તેથી જ શ્રીમદ્દ શંકરાચાર્ય બ્રહ્મ અને જગત્ વચ્ચે કાર્યકારણભાવ નહિ પરંતુ અનન્યત્વ રહેલું છે એમ કહે છે અને બ્રહ્મ-જગતના સંબંધોના પ્રશ્ન સત્તાત્રયના વિચાર દ્વારા પારમાર્થિક અને વ્યાવહારિક સત્તાનો કક્ષાદ આગળ ધરે છે. પરંતુ ઉપનિષદો આ બૌદ્ધિક પ્રશ્નની ચર્ચા કરવાને બદલે બ્રહ્મનું સચ્ચિદાનંદરૂપે વર્ણન કરે છે.
બ્રહ્મ–સચ્ચિદાનંદરૂપે :
બ્રહ્મ આનંદ સ્વરૂપ છે.” છે. તે જ બધાનો સ્વામી છે તે બધાનાં દેહમાં નિવાસ કરતો હોવા છતાં બિન છે. પરમતત્ત્વ આનંદ સ્વરૂપ છે. વજસૂચિકો. બ્રહ્મને સત્ય, જ્ઞાન, આનંદ, અનન્ત, સ્વયં નિર્વિકલ્પ, સર્વભૂતાનાં અંતર્યામી, અપ્રમેય, અંદર અને બહારની આકાશની સમાન ધ્યાન, અનુભવથી જ જાણવા યોગ્ય કહે છે
ઈશ્વર સત્યસ્વરૂપ, આનન્દમય, અદ્વિતીય, નિર્મલ, જ્ઞાનસ્વરૂપ, આદિ-મધ્ય-અંતર્થી હિત સ્થૂળ પ્રપંચથી પર પૃથ્વીથી પણ વિલક્ષણ, અપ્રમેય, અનુપમ અને દેહાતીત છે.•
બ્રહ્મ અનિર્વચનીય, પરમકારણ બુદ્ધિથી પર છે અને અવ્યક્ત પરમેશ્વર છે.તે બધાનો ઈશ્વર, સત્ય સ્વરૂપ, આનંદમય, અદિતીય, નિર્મલ, ફાનસ્વરૂપ આદિ-મધ્ય-અંતથી રહિત, સ્થૂલ પ્રપંચથી પર, નિત્ય, સ્પર્શ થવારૂપ વાયુથી પણ બિન, આંખોથી ન જોઈ શકાય તે માકાશથી ભિન્ન, અગ્નિથી વધુ તેજસ્વી, જળ અને પ્રવીથી વિલક્ષણ, અપ્રમેય, અનુપમ, દેહાતીત પરમેશ્વર છે. તેનું ચિંતન કરવું અને બુદ્ધિ દ્વારા એવી ભાવના કરવી કે તે પરમેશ્વર હું જ છે. ૭
મોટેભાગે સચ્ચિદાનંદ શબ્દ પરમ સત્તાનાં સ્વરૂપને સમાવવા માટે વપરાય છે. તેમ છતાં ઉપનિષદો આ પ્રમાણેના લક્ષણો બ્રહ્મનું જગતુ સાથેનાં નાદાભ્યને નિરૂપવામાં વાપરે છે. પોલ ડાયસન જણાવે છે કે, તૈત્તિ. ઉપ.નાં સત્ય, જ્ઞાન અનન્ત બ્રહ્મ" એ લક્ષણોની સાથે અન્ય ઉપનિષદોમાં સત્ય, પ્રજ્ઞા, આનંદ, અના, સત્યસંકલ્પ વગેરે લક્ષણો પ્રાચીન ઉપનિષદોને પણ પ્રેત છે. આ બ્રહ્માનંદનું
For Private And Personal Use Only