________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( અવધૂત : કોઈપણ પ્રકારનો નિયમ ન રાખનાર, પતિત અને નિર્જિત સિવાય દરેક વર્ષોમાં અજગરવૃત્તિથી આહાર ગ્રહણ કરનાર, પોતાનાં સ્વરૂપનાં અનુસંધાનમાં જ સંલગ્ન રહેનાર. વૃક્ષ, ધાસ વગેરે બહાર દેખાનાર, તેમજ અત્યંત જડ મારાથી ભિન્ન છે, તેમજ ઝડપથી વિલય થનાર દેહમાં હું નથી, કારણ કે હું તો વિમું છું. – એમ વિચાર કરનાર.
આતુર અને કુટીચક સંન્યાસી માટે અને મુવ: લોક હોય છે, બદકનો સ્વર્ગલોક, હંસનો તપલોક અને પરમહંસનો સત્યલોક હોય છે.”
ઉપ.માં દરેકના આચાર અને વ્યવહાર વિશે પણ ચર્ચા કરવામાં આવી છે.
જીવન્મુક્ત સ્થિતિ :
સંન્યાસીએ હંમેશા ધ્યાનમય સ્થિતિમાં રહેવું જોઈએ. જીવન્મુક્ત બની વિચરણ કરવું જોઈએ. સંન્યાસીએ સતત પરમાત્માના ધ્યાનમાં રત રહેવું, તેણે સતત એવું ચિંતન કરવું કે, હું જ આત્મસ્વરૂપ છું, જડ ત્વચા નથી. ચંચલ મન તથા તેની સાથે જોડાએલ જિહ્વા હું નથી, એ જ પ્રમાણે દશ્ય અને દર્શનનો લય થઈ જાય ત્યારે નષ્ટ થનાર હું નથી, એ જ પ્રમાણે દશ્ય અને દર્શનનો લય થઈ જાય ત્યારે નષ્ટ થનાર હું નથી; હું તો માત્ર દષ્ટા છું એટલું જ નહીં પાંચેય ઇન્દ્રિયોનાં ભ્રમથી રહિત, મમતાથી રહિત, મનન રહિત, શાંતસ્વરૂપ, કલા અને મેલથી રહિત શુદ્ધ ચૈતન્યથી પર ચિન્માત્ર પ્રકાશ સ્વરૂપ હું છું. આ બધો જગતુ પ્રપંચ મારામાંથી જ ઉત્પન્ન થાય છે. જેવી રીતે અગ્નિમાંથી તણખા ઉત્પન્ન થાય છે. બ્રહ્મસૂત્રમાં પણ આ જ બાબત કહી છે.
આ રીતે સતત વિચારતા મારો આ આમા જમવાન્સરોમાં સ્થાયી છે, તે ચંત્ય આત્માથી પણ મુક્ત ચિદાત્મા છે. આ "પ્રત્યેક" આત્માને મારા વારંવાર નમસકાર. આ ચિત્ર શકિત જ આ લોકમાં વિધમાન છે, અનેક પ્રકારનાં દોપરૂપવાળાં છે. તેથી બંધાયેલા પંખીની સમાન તે ઉડવામાં અસમર્થ હોય છે. ઈચ્છા અને તેથી ઉત્પન્ન થયેલાં આવાં પ્રાણીઓ ધન્ટમાવને લીધે વારંવાર કીટ - પતંગની ફ્રેમ જન્મ-ધારણ કરે છે,"હું એ પ્રકારનાં ભાવથી મુક્ત છું તેવું સતત ધ્યાન ધરવું. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ સ્થિતપ્રજ્ઞ દ્વન્દ્રભાવથી મુકત હોય છે તેમ જણાવ્યું છે.
સંન્યાસી પરમતત્વરૂપ પોતાના આત્માનું જ ચિંતન કરે, જે ચિપ આમા છે. હું જ તે પરમ પ્રત્યક્ષ, પ્રાપ્ત અને ઉદિત છું. “હું વિકલ્પોથી રહિત, તે મને નમસ્કાર. હું અને તું અનંત છે - બન્નેને નમસ્કાર, આ આત્મા જ બેસતો હોવા છતાં વ્યવહાર રત છે, કાર્ય કરતો હોવા છતાં કર્મથી લિપ્ત થતો
૧૪૫
For Private And Personal Use Only