________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરતાં કરતાં નાડી શુદ્ધ થાય છે. વિશેષ ચચાં પ્રાણાયામમાં આપેલી છે, તેથી પુનરાવર્તન યોગ્ય નથી. આ ઉપરાંત નૈતિ, ધતિ વગેરે ક્રિયાઓથી મલનાશ થાય છે. જેની વિસ્તૃત માહિતી શ્રી ધીંગ કૌસ્તુભમાં પૂજયપાદ શ્રીમન્નથુરામ શર્મા આપે છે. 1 તીર્થસ્થાન:
યોગીજન તીર્થભ્રમણ કરતાં રહે તે તેને યોગસિદ્ધિમાં બાધા આવે છે, તેથી આ શરીરમાં રહેલાં તીર્થો વિશે જણાવે છે.
કમકમા શ્રી શૈલ, લલાટમાં કેદાર, નાક અને ભૂમધ્યની વચ્ચે કશી, સ્તનદયના સ્થાનમાં કુરુક્ષેત્ર, હૃદય કમલમાં તીર્થરાજ પ્રયાગ, હૃદયની મધ્યમાં ચિદમ્બર, મૂલાધારમાં કમલાલય, આત્મતીર્થ સર્વથી શ્રેષ્ઠ તીર્થ છે. તેથી આ તીથોનો જે પરિત્યાગ કરી બાહ્ય તીર્થોમાં ભ્રમણ કરે છે, તે બહુમૂલ્ય રનનો ત્યાગ કરી કાંચના ટૂકડા શોધે છે. કારણ કે બધાં જ કમમાં ભાવ જ પ્રમાણભૂત છે. તેથી ભાવમય તીર્થ જ શ્રેષ્ઠ છે. ઉદા. આપતા ઋષિ જણાવે છે કે, એક જ પુરુષ પત્ની અને પુત્રીને આલિંગન આપે છે, ત્યારે હૃદયના ભાવો અલગ હોય છે. તેથી કાર પણ વગેરે તીર્થોમાં ફરવું વ્યર્થ છે. આંતરિક તીથ જ શ્રેષ્ઠ છે. કારણ કે મદિરાના ધડા- સેક વખત પાણીથી ધોવામાં આવે તો તે કાંઈ શુદ્ધ નથી બની જતો. માછલીઓ રોજ–સતત સ્નાન કરે છે, તેથી કાંઈમુક્ત નથી થઈ જતી. માટે પોતાના દેહમાં જ હંમેશાં દક્ષિણાયન-ઉત્તરાયણ, સૂર્ય-ચન્દ્રમાં ગ્રહણ, નાક—શ્રમરની મધ્યે વારાણસી વગેરે તીર્થોમાં ભાવમય સ્નાન કરીને પવિત્ર થવું. આવા જ્ઞાની મહાપુરુપના ચરણ કમલનું જલ અજ્ઞાની મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ નીરૂપ છે. 1 નાદ સિદ્ધિ ૩૫
સ્વસ્તિક આસનમાં મનને એકાગ્ર કરી 3ના જપ સાથે અપાનવાયુને ધીરે-ધીરે ઉપર ઉઠાવી, કાન વગેરેને પોતાના હાથથી ધોગ્ય રીતે દબાવીને બધી ઇન્દ્રિયોને ઢાંકીને વાયુનં જયાં સુધી આનંદની અનુભૂતિ ન થાય ત્યાં સુધી રાંકવો. આ પ્રમાણે કરતાં બ્રહ્મરન્દ્રમાં પ્રાણાનાં પ્રવેશ થાય છે. ત્યાં શંખની ધ્વનિ જેવો એક ગંભીર નાદ થાય છે. જે મેઘની ગર્જના સમાન સંભળાય છે, જયારે વાયુ મસ્તકમાં સ્થિત હોય ત્યારે ઝરણા જેવા કલકલ મધુર નાદ સંભળાય છે. તેનાથી યોગી અત્યંત પ્રસન્નતા અનુભવે છે અને આત્મ સાક્ષાત્કાર કરવા લાગે છે.
7 મુદ્રા અને બંધ :
પ્રાણાયામ અને પ્રત્યાહાર બાદ કુણ્ડલિની જાગૃતિમાં મદદરૂપ બનતો મામોનું નિરૂપણ યોગ
૨ ૧૩
For Private And Personal Use Only