SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org છે. એટલું જ નહીં સર્વત્ર અનાસક્ત રહીને બ્રહ્માદિ દેવલોક સુધીના સુખોમાં વિરકિત થઇ જાય ત્યારે પણ મન પ્રદાન રહે તે શ્રેષ્ઠ સંતોષ છે. આ સંતોષથી જ ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થાય છે.” (૩) દાન : ૨ ધન વગેરે આવશ્યક વસ્તુઓ મુશ્કેલીમાં આવેલ નંદા પુસ્કાને અથવા શ્રેષ્ઠ આવરણવાળા આપવામાં આવે તે દાન છે. શ્રીમદ્ ભગવદ્ગીતા પણ તામસિક રાજસિક અને સાત્વિક દાન વિશે જણાવી; સાત્ત્વિક દાન શ્રેષ્ઠ છે તેમ કહે છે. "" દ્વારા પ્રજાપતિએ મનુષ્યોને દાન કરવાનો જ ઉપદેશ કરેલ છે. ન્યાયપૂર્વક એકત્ર કરેલા ધનમાંથી પોતાની શકિત પ્રમાણે ધનને વિધિપૂર્વક શ્રદ્ધાવડે સત્પાત્રને આપવું એ દાન કહેવાય છે. અન્નદાન, ધનદાન, ગૌદાન, વસ્ત્રદાન, સુવર્ણ વગેરે દાન વિશે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તેમાં અન્નદાન સર્વશ્રેષ્ઠ છે. (૪) આસ્તિક્તા : વેદ અને સ્મૃતિમાં કહેલ ધર્મમાં દઢ વિશ્વાસ હોવો તે આસ્તિક્તા કહેવાય છે. શાસ્ત્રોક્ત ધમધમવિષે, તેના ફલવિષે તથા પરમેશ્વરના અસ્તિત્વ વિષે જે દઢ વિશ્વાસ તે આસ્તિક્ય છે. (પ) લજ્જા:* વૈદિક અને લૌકિક માર્ગોમાં માનવામાં આવેલાં કુત્સિત કમોને કરવામાં જે સ્વભાવગત સંચ થાય છે તે જ લા છે. () મતિ : ગજનો દ્વારા અનુમતિ આપવાછતાં વેદ-વિરુદ્ધ માર્ગનો આધાર લેવો અને વેદોકત ઉપદેશમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી તે જ મતિ છે. શ્રદ્ધા અત્યંત મહત્ત્વની છે. અશ્રદ્ધા વડે કરવામાં આવેલા હોમ, દાન વગેરે કમ આ લોક તથા પરલોકમાં ફળ આપનારાં બનતાં નથી. For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy