________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપકાર કરનાર પર વેર વાળવાની વૃત્તિ ન ઉપજવાદેવી તે ક્ષમા કહેવાય છે. તેથી જ નીતિશતકમાં ભતૃહરિએ ક્ષમા વીરનું આભૂષણ કહ્યું છે. (૮) વૃતિ ધીરજ) :
વેદની અનુકૂળતાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. તેવા દ્રઢ નિશ્ચયને જ જ્ઞાનીઓએ વૃતિ કહેલ છે. "હું આત્મા છું, આત્માથી અન્ય બીજું કશું નથી. આવી અવિચળ વૃત્તિને, વિશ્વાસને સર્વશ્રેષ્ઠ વૃતિ કહેવામાં આવેલ છે
અનેક પ્રકારનાવિનો પ્રાપ્ત થવા છતાં પણ પોતાના પરમાર્થનાં સાધનોના અભ્યાસનો પરિત્યાગ ન કરવો તે ધૃતિ કહેવાય છે. નીતિશતકમાં ભતૃહરિ જણાવે છે કે "વિદનનાં ભયને કારણે સામાન્ય પુરુષો કાર્યનો આરંભ કરતાં નથી; મધ્યમકક્ષાનાં મનુષ્યોવિદન આવતા વચ્ચે જ કાર્ય છોડી દે છે. જયારે ધીરપુરુષે વારંવાર વિદન આવવા છતાં દઢ નિશ્ચયી બની, ધીરજવાન બનીને કાર્યને ત્યજતા નથી.” (૯) પરિમિત આહાર:
થોડા પ્રમાણમાં સાત્વિક આહાર લેવો; તેમાં ઉદરના અધ ભાગને આહારથી, ચોથા ભાગને પાણીથી અને ચોથા ભાગને હવા માટે ખાલી રાખવો તે પરિમિત આહાર કહેવાય છે."
મોજનમાં કડવા, ખારા, ખાટા પદાર્થોનો ત્યાગ કરવો, દૂધનો આહાર વિશેષરાખવો, મિતાહારી રહેવું તે બ્રહ્મચારી એક વર્ષમાં સિદ્ધિ પામે છે. વિશેષમાં તેણે સ્નિગ્ધ અને મધુર આહાર કરવો. તેમજ ૧૪ ભાગ ખાલી રાખવો તે મિતાહાર કહેવાય છે."
દેહરમા અર્થે અન્નનો ખપધની જેમ પ્રસન્ન મનથી જોઈતો આહાર કરવો એ મિતાહાર છે.”
ઠંડા બળી ગયેલા તેમજ તમોગુણી પદાર્થોનો યોગીએ ત્યાગ કરવો જોઈએ. ગીતાના સત્તરમાં અધ્યાયમાં સાત્ત્વિક આહારનું મહત્ત્વ દર્શાવેલ છે. એટલે જ યોગીએ અતિશય જમવું ન જોઈએ; તેમજ અતિ ઉપવારા પણ ન કરવા જોઈએ. તેમ કરનારને યોગ સિદ્ધ થતો નથી અને
(૧૦) બાહ્ય–આંતરિક પવિત્રતાઃ
માટી અને “જળ કારણ શરીરને પવિત્ર કરવું તે બાહ્ય શૌચ છે, પરંતુ હું વિશુદ્ધ આત્મા છું એ ભાવ રાખવો તેને જ્ઞાનીઓએ સર્વશ્રેષ્ઠ શૌચ કહેલ છે. આત્મા અત્યંત પવિત્ર છે. દોઢ અંદર-બહાર સંપૂર્ણ અપવિત્ર છે. તેનાં અંતરનું જ્ઞાન થઈ જાય પછી કોને પવિત્ર કરવાનું રહે? બાહ્ય પવિત્રતા કરતા આંતરિક પવિત્રતા અત્યંત શ્રેષ્ઠ છે.
For Private And Personal Use Only