________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે તે પાંચ શિખરોથી શોભતું જિનાલય કેવું ભવ્ય છે !! મૂળનાયક શ્રી ઋષભદેવની પ્રતિમા સંપ્રતિ મહારાજાના સમયની છે. પ્રભુજીના દર્શન કરો. દર્શનદેવ-દેવસ્ય... દર્શન પાપનાશન, દર્શન સ્વર્ગસોપાન, દર્શનમોક્ષસાધનમ્ |
આ કુંડલપુર એટલે દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના પ્રથમ માતા-પિતા અર્થાત ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીનું ગામ ! આ જ ધન્ય ભૂમિમાં માતા દેવાનંદાની કૂખે શ્રીવર્ધમાન કુમારનો પુણ્યાત્મા ૮ર દિવસ ગર્ભ-અવસ્થામાં રહ્યો હતો ! અને આ કુંડલપુર એ જ છે : ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીની જન્મભૂમિ ! આ કુંડલપુરનું બીજું નામ ગોબરગામ' પણ છે.
સ્તુતિ Íવ ગુબ્બર જન્મ શ્રીમદ્ ઇન્દ્રભૂતિ મુનીશ કા ! વસુભૂતિ પૃથ્વી માત નન્દન ગણપતિ વાગીશ કા / યહ તીર્થ કુડલપુર કહાતા વર્તમાન લલામ હૈ | પ્રાચીન તમ ઇસ તીર્થ કો મમ કોટિ કોટિ પ્રણામ હૈ !
૧૯
For Private and Personal Use Only