________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ અભયારાણી હતી પટરાણી શેઠ સુદર્શને મોદીજી, થાકી શીલવંતા નર ઉપર, આળ જ દીધી ખોટીજી, સજા ફૂલીની રાજા દવે, શૂલી સિંહાસન થાવેજી, શેઠ સુદર્શન થયાં અહીં ધ્યાની, વંદુ તેહના પાયજી.
અને આ નજદીકમાં છે તે સ્થૂલભદ્રજીનાં પગલાં છે આ જ ભૂમિ ઉપર રૂપકોશાનો મહેલ હતો. જયાં રૂપકોશાનું સ્નાન-તળાવ હતું, ત્યાં તે પદ્મહદ સરોવર આજે કેવળ કાદવનો ભંડાર છે !
આ કામવિજેતા સ્થૂલભદ્રજીનાં પગલાં જુઓ. ત્રણ પ્રદક્ષિણા આપો. આ મહાત્મા તો જૈનશાસનના ઇતિહાસમાં અજોડ હતાં. એમના ચરણોમાં ચાલો ભાવથી વંદન કરીએ અને આપણી જનમોજનમની વાસનાઓનો વિલય માંગીએ. ચાલો સાથે ગાઈએ...
સ્તુતિ કોશા વેશ્યા બોધવા કાજે, આવી રહ્યા ચિત્રશાલજી કોશા વેશ્યા ચાર મહિના, લટકા મટકા મારેજી પણ શીલવંતા મુનિવર મોટા, વેશ્યા કરે પ્રતિબુદ્ધજી સ્થૂલભદ્રના ચરણે વંદન, કરતાં આતમ શુદ્ધજી ૧૮ લોગસ્સનો કાઉસગ્ગ. ૧૮ ખમાસમણાં.
૧૭
For Private and Personal Use Only