________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૨
તે સાતમ દિન સાત સુખનું, હેતુ લહીએ જાણ છે જિહાં સાત નયનું રૂપ લહીએ, સપ્ત ભંગી ભાવ, જે સાત પ્રકૃતિના ક્ષય કર્યાથી, લહે ક્ષાયિક ભાવ તે જિનવર આગમ સકલ અનુભવ, લહે લીલ વિલાસ. ૩ જિમ સાત નરકનું આયુ છેદી, સાત ભય હો નાસ; શ્રી ચંદ્રકમ જિનરાય શાસન, વિજયદેવ વિશેષ તસ દેવી જવાલા કરે સાંનિધ, ભવિક જન સુવિશેષ; દુઃખ દુરિત ઇતિ સંમત સઘળે, વિધન કડી હરત, જિનરાય ધ્યાને લહે લીલા, જ્ઞાનવિમલ ગુણવંત.
આઠમની સ્તુતિ.
પ્રહ ઉઠી વંદુ–એ દેશી. અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામ્યા; વલી નમિ નેમિસર, જન્મ લહી શિવ કામ્યા તિમ મોક્ષ ચ્યવન બેહુ, પાસ દેવ સુપાસ; આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ. વલી જન્મ ને દીક્ષા, મહષભ તણા જિહાં હેાય; સુવ્રત જિન જન્મ્યા, સંભવ ચ્યવનું જોય, વળી જન્મ અજિતને, ઈમ અગ્યાર કલ્યાણ સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણુ. જિહાં પ્રવચન માતા, આઠ તણે વિસ્તાર; અડ ભંગીએ જાણો, સવિ જગ જીવ વિચાર,
For Private and Personal Use Only