________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૭
૪૧ તૃતીયાધ્યયનની સઝાય (૩)
પંચ મહાવ્રત પાલીયે -એ દેશી. આધાકમ આહાર ન લીજિયે, નિશિભજન નવ કરી, રાજપિંડ ને સજઝાંતરને, પિંડ વલી પરહરિયે કે સુનિવર એ મારગ અનુસરીયે, જિમ ભવજલ નિધિ તરીકે મુનિ, એ.
સાહામો આપ્યો આહાર ન લીજે, નિત્યપિંડ નવિ આદરીયે, શી ઈચ્છા એમ પૂછી આપે, તેહ નવિ અંગીકરીયે કે. મુ.
કંદમૂલ ફલ બીજ પ્રમુખ વલી, લવણાદિક સચિત્ત, વર્જી તિમ વલી નવિ રાખી જે તે સન્નિધિ નિમિત્ત કે. મુ. ૩
ઉવણ પીઠી પરિહરીયે, સ્નાન કદી નવિ કરીયે; ગંધ વિલેપન નવિ આચરી, અંગ કુસુમ નવિ ધરીયેકે, મુ. ૪
ગૃહસ્થનું ભોજન નવિ વાવરી, પરહરીયે વલી આભરણ છાયા કારણ છત્ર ને ધરિયે, ધરે ન ઉપાન ચરણ કે. મુ.
દાતણ ન કરે પણ ન ધરે, દેખે નવિ નિજ રૂ૫; તેલ ન ચાપડીયે ને કાંકરી ન કીજે, દીજે ન વસ્ત્ર ધૂપ કે. મુત્ર દ
માંચી પલંગ નવિ બેસીજે, કિજે ન વિંજણે વાય; ગૃહસ્થ ગેહ નવિ બેસીએ, વિણ કારણ સમુદાય કે, મુત્ર છે
વમન વિરેચન ચિકિત્સા, અગ્નિ આરંભ નવિ કીજે;
For Private and Personal Use Only