________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૦
ચિત્ત મારૂં ચારી લીધું, પ્રીતિથી પરવશ કીધું; દુ:ખડું તો અમને દીધું રે, સાહેલી મોરી. જાવ મા જાદવરાયા, આઠે ભવની મૂછી માયા; આ શિવાદેવી પાયારે, સાહેલી મારી. આજ તો બની ઉદાસી, તુમ દરિસન દ પયાસી; પરણવાની હતી આશીરે, સાહેલી મોરી. માછલી તો વિણ નીર, બચલી તે રાખી ક્ષીણ દા'ડા કેમ જાશેરે પીયરીયે, સાહેલી મારી. જોતાં નવિ મળી જેડી, આડે ભવની પ્રીતિ તોડી; બાળપણે ગયા છોડીર, સાહેલી મારી.
બન્યું તે કેમ જાશે, સ્વામી વિણ કયમ રહેવાશે, દુખડા કેને કહેવાશે, સાહેલી મોરી. દેહી તે દાઝે છે મોરી, સ્વામી શું વિસારી મેલી, તમે જીત્યા મને તારીરે, સાહેલી મોરી. પશુડા છોડાવી લીધાં, પ્રભુએ અમયદાન દીધાં, ઉદાસી તે અમને કીધારે, સાહેલી મોરી. રાજુલ વિયારે એવું, સુખ છે સ્વપ્ના જેવું હવે પ્રભુ નેમ સેવુ રે, સાહેલી મોરી. વનમાં વૈરાગ્ય આણી, સહસાવન ગયા ચાલી, સંજમ લીધે મન ભાવીરે, સાહેલી મારી. કરમનો કરીને નાશ, જઈ પહોંચ્યા શિવપુર વાસ, રત્નવિજય કહે શાબાશરે, સાહેલી મારી.
For Private and Personal Use Only