________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
૫ શ્રી જીભલડીની સજઝાય. બાપલડીને જીભલડી તું, કાં નવિ બોલે મીઠું; વિરૂવાં વચન તણું ફળવિરૂવાં, તેં શું નવ દીઠું રે. બાપ૦ ૧ અન્ન ઉદક અણગમતાં તુજને, જે નવિ રૂચે અનીડાં; અણબોલાવી તું શા માટે, બોલે કુવયન ધીરે. બાપ૦ ૨ અગ્નિ દાઝયો તે પણ બાળે, કુવચન દુર્ગતિ ઘર ઘાલે; અગ્નિ થકી અધિકું તે કુવચન, તે તો ખીરુ ખીરુ સાલે રે,
બાપ૦ ૩ તે નર માન મોટપ નવિ પામે, જે નર હેય મુખ રાગી, તેહને તો કઈ નવિ બોલાવે, તે તો પ્રત્યક્ષ રેગીર. બાપ૦ ૪ તેહને કઈ નવિ બોલે, અભિમાને અણગમત, આપ તણો અવગુણ નવિ દેખે,તે કિમ જાશે મુમતેરે. બાપ૦૫ જનમ જનમની પ્રીત વિણાશે, એકણ કડુચે બોલે, મીઠાં વચન થકી વિણ ગરથે, લેવા સબ જગ મોલેર. બાપ૦ ૬ આગમને અનુસરે હિત મતિ, જે નર રૂડું ભાખે; પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજજ જગતમાંહિ રાખેરે.બાપ૦૭ સુવચન કવચનનાં ફળ જાણી, ગુણ અવગુણ મન આS; વાણી બેલે અમિય સમાણી, લબ્ધિકહે સુણ પ્રાણી, બાપ૦૮
For Private and Personal Use Only