________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૩
૨૯૮ ધું સળ મુસળને રવઈઓ લાવ્યા, પંખવા કારણ સાસુજી આવ્યાં.
દેવ વિમાને જુવે છે ચડી,નેમ નહિ પરણે જાશે આ ઘડી, એવામાં કીધો પશુએ પોકાર,સાંભળો અરજી નેમ દયાળ. ૬૨
તમે પરણશો ચતુર સુજાણ, પરભાતે જાશે પશુના પ્રાણ; માટે દયાલ દયા મનમાં દાખે, આજ અમોને જીવતાં રાખે.
એવો પશુઓને સુણી પિકાર, છોડાવ્યાં પશુઓ નેમ દયાલ પાછા તો ફરિયા પરણ્યાજ નહી, કુંવારી કન્યા રાજુલ રહી.
રાજુલ કહે છે ને સિદ્ધાં કાજ, દુશ્મન થયા છે પશુઓ આજ; સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં એલભ દે છે.
ચંદ્રમાને તેં લંછન ઠેરાવ્યો, સીતાનું તેં તો હરણ કરાવ્યું. મહારી વેળા તો કયાંથી જાગી, નજર આગળથી જાને તું ભાગી.
કરે વિલાપ રાજુલ રાણી, કર્મની ગતિ મેં તો જાણી; આઠ ભવની પ્રીતિને ઠેલી, નવમે ભવ કુંવારી મેલી. ૬૭
એવું નવ કરીએ નેમ નગીના, જાણું છું મન રંગના ભીના તમારા ભાઈએ રણમાં રઝલાવી, તે તે નારી ઠેકાણે લાવી.
For Private and Personal Use Only