________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭ છે કાઈ કહે અમે જઇશું વહેલી,બળદને ધી પાઈશું પહેલી પર
કોઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મોરારિ, એવી વાતોના ગપોલા ચાલે, પિત પિતાના મગનમાં મહાલે.
૫૪ બહોંતરે કળાને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ઘરે શણગાર; પહેર્યા પીતામ્બર જરકસી જામા, પાસે ઉભા છે તેમના મામા.
૫૫ માથે મુગટ તે હીરલે જડિયો, બહુ મૂલો છે કસબીનો ઘડીયે; ભારે કુંડલ બહુમૂલાં મોતીને હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર; દશે આંગળીયે વેઢ ને વીંટી, ઝીણી દિસે છે સેનેરી લી.
૫૭ હી ! બહુ જડીયા પાણીના તાજા, કડાં સાંકળ પહેરે વાજા મોલીન તોરા મુગટમાં ઝળકે, બહુ તેજથી કલગી ચળકે.
૫૮ રાધાએ આવીને આંખડી આંજી, બહુ ડાહી છે નવ જાય ભાખ, કુમકુમનું ટીલું લીધું છે ભાલે, ટપકું કસ્તુરી કરૂં છે ગાલે.
૫૯ પાન સોપારી શ્રીફળ જેડે, ભરી પિાસને ચડીઆ વરઘોડે ચડી વરધોડો ચઉટામાં આવે, નગરની નારી મોતીએ વધાવે.
વાજાં વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તારણ જાય;
For Private and Personal Use Only