________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા ચીદે ક્ષેત્રમાં, એ સમ તીરથ ન એક તિણે સુરગિરિ નામે નમું, જહાં સુરવાસ અનેક (સ. ૫) ૧૩ એંસી જન પૃથુલ છે, ઉંચપણ છવીસ મહિમા મહટ એ ગિરિ, મહાગિરિ નામનમીશ. (સ. ૬)૧૪ ગણધર ગુણવતા મુનિ, વિશ્વ મહે વંદની, જે તેહવો સંયમી, એ તીરથે પૂજનીક. ૧૫ વિપ્રલેક વિષધર સમા, દુઃખીઆ ભૂતળ માન; દ્રવ્યલિંગી કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. શ્રાવક મેઘ સમા કહ્યા, કરતા પુન્યનું કામ પુન્યાશિ વધે ઘણી, તેણે પુન્યરાશિ નામ. (સ. ૭) ૧૭ સંયમધર મુનિવર ઘણ, તપ તપતા એક યાન; કર્મ વિયોગે પામીયા, કેવળ લક્ષ્મી નિધાન. લક્ષ એકાણું શિવ વર્યા, નારદશું અગાર; તામ નમે તેણે આઠશું, શ્રીપદગિરિ નિરધાર. (સ. ૮)૧૮ શ્રી સીમંધર સ્વામી, એ ગિરિ મહિમા વિલાસ ઈન્દ્રની આગે વર્ણવ્યો, તેણે એ ઈન્દ્રપ્રકાશ. (સ.૯) ૨૦ દશે કેટી અણુવ્રતધરા, ભકતે જમાડે સાર; જૈન તીર્થ યાત્રા કરે, લાભ તણે નહી પાર. ૨૧ તેહ થકી સિધ્ધાચળે, એક મુનિને દાન, દેતાં લાભ ઘણે હવે, મહા તીરથ અભિધાન, (સ. ૧૦) ૨૨ પ્રાયે એ ગિરિ શાશ્વત રહેશે કાળ અનંત,
For Private and Personal Use Only