________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન્યાય દ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર. કાર્તિક સુદી પુનમ દિને, દશ કેડી પરિવાર દ્રાવિડ વારિખિલ્લજી, સિદ્ધ થયા નિરધાર. તિણે કારણ કાતિકી દિને, સંઘ સકળ પરિવાર, આદિદેવ સન્મુખ રહી, ખમાસમણ બહુ વાર. ૪ એકવીસ નામે વર્ણ, તિહાં પહેલું અભિધાન; શત્રુજ્ય શુકરાજથી, જનક વચન બહુમાન. (સ. ૧) ૫ સમેસર્યા સિધ્ધાચળે, પુંડરીક ગણધાર; લાખ સવા માહાતમ કહ્યું, સુર નર સભા મઝાર. ૬ ચિત્રી પુનમને દિને, કરી અણસણ એક માસ; પાંચ કેડી મુનિ સાથશું, મુક્તિનિલયમાં વાસ, તિણ કારણ પુંડરીકગિરિ, નામ થયું વિખ્યાત; મન વચ કાર્ય વંદીએ, ઉઠી નિત્ય પ્રભાત. (સ. ૨) ૮ વીશ કેડીશું પાંડવા, મોક્ષ ગયા છણે ઠામ, એમ અનંત મુકત ગયા, સિદ્ધક્ષેત્ર તિણનામ. (સ. ૩) ૯ અડસઠ તીરથે નહાવતાં, અંગરંગે ઘડી એક તુબી જળ સ્નાન કરી, જાગ્યો ચિત્ત વિવેક. ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કરમ કઠણ મલ ધામ; અચળ પદેવિમલા થયા, તિણે વિમલાચલ નામ. (સ. ૪) ૧૧ પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધહુવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨
For Private and Personal Use Only