________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
૧૫
૩૬૩ નિમ અગ્નિ શુભ છેવટ દેખી તેને, શ્રી વાસુપૂજ્ય પ્રભુના શુભ સ્વપ્ન થાને. જે પ્રાતિહાર્ય શુભ આઠ અશોક વૃક્ષ, વૃષ્ટિ કરે કુસુમથી સુરનાદ દક્ષે; બે ચામરો શુભ સુખાસ નમસ્કર તે, છે છત્ર હે વિમળનાથ સુદુંદુભી તે. સંસ્થાન છે સમ સદા ચતુર તારું, સંઘેણ વર્ષમાદિ દીપાવનારૂં અજ્ઞાન ક્રોધ મદ મોહ હર્યા તમે, એવા અનંત પ્રભુને નમીએ અમોએ. જે કર્મથી પ્રભુ તમેજ મૂકાવનારા, સંસાર સાગર થકી તમે તારનારા; છે વળ લાંછન તમે શોભાવનારા, શ્રી ધર્મનાથ પદ શાશ્વત આપનારા. શ્રી વિશ્વસેન નૃપનંદન દિવ્ય કાન્તિ, માતા સુમખ્ય અચિરા તસ પુત્ર શાન્તિ; શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી, પારેવ સિંચનકનાં સ્વરૂપ બતાવી. પારેવને અભય જીવિતદાન આપ્યું, પિતાતણું અતિય કમલ માંસ કાપ્યું; તેવા મહા અભયદાનથી ગર્ભવાસે,
For Private and Personal Use Only