________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૮
માગશર વદી દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ; એ જિન સે હિતકર જાણી, એહથી લહીએ શિવ પટરાણી, પુણ્ય તણી એ ખાણી.
રિખવ જિનેશ્વર તેર ભવ સાર, ચંદ્રપ્રભુ ભવ આઠ ઉદાર, શાંતિકુમાર ભવ બાર; મુનિસુવ્રત ને નમકુમાર, તે જિનના નવ નવ ભવ સાર, દશ ભવ પાWકુમાર; સત્તાવીશ ભવ વીરના કહીએ, સત્તર જિનના ત્રણ ત્રણ લહીએ, જિન વચને સહીએ ચોવીસ જિનનો એહ વિચાર, એહથી લહીએ ભવને પાર, નમતાં જ્ય જયકાર.
વૈશાખ સુદ દશમી તહી નાણ, સિંહાસન બેઠા વર્ધમાન, ઉપદેશ દેવે પ્રધાન, અગ્નિ ખુણે હવે પર્ષદા સુણુએ, સાધ્વી વૈમાનિક સ્ત્રી ગણીએ, મુનિવર ત્યાંહી જ ભણીએ, વ્યંતર જતિષિ ભુવનપતિ સાર, એહને નૈરૂત્ય ખુણે અધિકાર, વાયવ્ય ખુણે એની નાર; ઈશાને સેહીએ નર નાર, વૈમાનિક સુર થઈ પર્ષદા બાર, સુણે જિનવાણું ઉદાર. ૩
ચક્કસરી અજિયા દુરિયારિ, કાલી મહાકાલી મનોહારી, અચ્ચા સંતા સારી; જવાલા ને સુતારા અયા, શિરવત્સા. વર ચંડા માયા, વિજયાંકસી સુખદાયા, પન્નતિ નિવાણી અચુઆ ધરણી, વૈરૂટ છુત્ત ગંધારી અઘહરણી, અંબા મા સુખ કરણ સિદ્ધાર્થ શાસન રખવાલી, કનકવિજય બુધ આનંદકારી, જસ વિજય જયકારી.
For Private and Personal Use Only