________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૬
વચ્ચે વચ્ચે કેયલના ટહુકાર, સહસ્ત્ર ગમે સહકાર, સહસા વનમેં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવળ સાર, પહેચા મુક્તિ મઝાર. - સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર; ચિત્રકૂટ ભાર; સુવર્ણગિરિ સમેત શ્રીકાર, નંદીવર વર દ્વીપ ઉદાર, જિહાં બાવન વિહાર કુંડલ રૂચક ને ઈષકાર, શાશ્વતા અશાશ્વતા ચૈત્ય વિચાર, અવર અનેક પ્રકાર; કુમતિ વયણ મં ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, જવિયણ ભાવે જુહાર,
પ્રગટ કે અંગે વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી, પૂજા જિન પ્રતિમાની વિધિ શું કીધી લટ આણ, નારદ મિથ્યાદષ્ટિ અનાણી, છાંડ અવિરતિ જાણે શ્રાવક કુળની એ સહીનાણી, સમકિત આલાવે આખ્યાણી સામે અંગે વખાણ, પૂજનિક પ્રતિમા અકાણ, ઈમ અનેક આગમની વાણી, તે સુણજો ભાવિ પ્રાણી.
૩ કેડે કટિમેખલા યુઘરીયાળી, પાયે નૂપુર રણઝમ ચાલી, ઉજજયંત ગિરિ રખવાળી, અધર લાલ જમ્યા પરવાળી, કંચનવાન કાયા સુકુમાળી, કર હલકે અંબાડાળી; વૈરીને લાગે વિકરાળી, સંઘના વિદન હરે ઉજમાળી, અંબાદેવી મયાળી; મહિમાએ દશ દિશ અજુઆળી, ગુરૂ શ્રી સંઘવિજય સંભાળી, દિન દિન નિત્ય દિવાળી.
For Private and Personal Use Only