________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૪
સેવન ગુફા પશ્ચિમ દિશિ જિહાં,રયણ બિંબભંડાર્યા તિહાં.૭૧
કરી પ્રાસાદ સયળ રૂપાનાં, સાવન બિંબ કરી થાપના કર્યા અજિત પ્રાસાદ ઉદાર, એ સાગર સાતમે ઉધાર. ૭ર
પચાસ કેડી પંચાણું લાખ,ઉપર સહસ પંચોતેર ભાખ; એટલા સંધવી ભૂપતિ થયા, સાગર ચક્રવતી વારે કહ્યા.૭૩
ત્રીસકેડી દસ લાખ કોડી સાર, સગર અંતર કર્યો ઉદ્ધાર; વ્યંતરેન્દ્ર આઠમો સુચંગ, અભિનંદન ઉપદેશ ઉગ. ૭૪
વારે શ્રીચંદ્રપ્રભુ તણે, ચંદ્રશેખર સુત આદર ઘણે; ચંદ્રજસા રાજા મન રંગ, નવમો ઉધ્ધાર કર્યો શેત્રુજ. ૭૫
શાંતિનાથ સોળમા સ્વામ, રહ્યા ચોમાસું વિમળગિરિ ઠામતસ સુત ચઠાયુધરાજિયે, તેણે દશમો ઉદ્ધારજ કીઓ, ૭૬
કીઓ શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દશરથે સુત રાજા રામ; એકાદશમો કર્યો ઉદ્ધાર, મુનિસુવ્રત વારે મહાર. ૭૭
નેમિનાથ વારે નિરધાર, પાંડવ પાંચે કર્યો ઉધાર; શ્રી શત્રુંજયગિરિ પુગી રળી, એકાદશમો જાણે વળી. ૭૮
ઢાળ આઠમી.
( રાગ-વઈરાડી. ) પાંડવ પાંચ પ્રગટ હવા, ખોઈ અક્ષણ અઢાર; પિતાની પૃથ્વી કરી, કીધો માયને જુહાર. ૭૯ કુંતા મા એમ ભણે, વત્સ સાંભળે આપરે; ગોત્ર નિકંદન તુમે કર્યો, તે કિમ છુટશો પાપરે. ૮૦
For Private and Personal Use Only