________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
ચું અમારડે એવડે, પૂરવ પુન્યને નેહેરે, હૈડલો હેજે હરસિઓ, જો જિન મલિઓ સંજોગેરે.
અતિ આદર અવધારીએ, ચરમ ચોમાસલું રહિયારે; રાય રાણી સુર નર સવે, હિયડલા માંહે ગહગહિયારે; અમૃતથી અતિ મીઠડી, સાંભલી દેશના જિનની, પાપ સંતાપ પર થયે, શાતા થઈ તન મનનીરે. ૧૬
ઇંદ્ર આવે આવે ચંદ્રમા, આવે નર નારીના વૃદરે; ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી, નાટિક નવ નવે બંદ રે; જિનમુખ વયણની ગોઠડી, તિહાં હોયે અતિ ઘણું મીઠીરે; તે નર તેહજ વરણ, જિણે નિજ નયણલે દીઠીરે. ૧૭
ઈમ આણ દે અતિક્રમા, શ્રાવણ ભાદ્રો આસરે, કૌતક કેડિલે અનુક્રમે, આવિયડો કાર્તિક માસેરે; પાખી પર્વ પન્હાલું, પોહતલું પુન્ય પ્રવાહિરે રાય અઢાર તિહાં મિલ્યા, પિસહ લેવા ઉછાહિરે.
૧૮ ત્રિભુવન જન સવિ તિહાં મિલ્યા, શ્રી જિન વંદન કામરે, સહેજ સંકીર્ણ તિહાં થયે, તિલ પડવા નહિ ઠામરે, ગોયમ સ્વામી સમોવડી, સ્વામી સુધર્મા તિહાં બેઠારે; ધન ધન તે જિણે આપણે, લેયણે જિનવર દિઠારે. ૧૯
પૂરણ પુન્યના ઓષધ, પૌષધ વ્રત વેગે લીધરે; કાર્તિક કાલી ચઉદશે, જિન મુખે પચ્ચખાણ કીધાં રે; રાય અઢાર પ્રમુખ ઘણે, જિન પગે વાંદણ દીઘારે, જિન વચના મૃત તિહાં ઘણે, ભવિયણે ઘટ ઘટ પીધરે. ૨૦
For Private and Personal Use Only