________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
જે કિરિયા કરી ચઉગતિ સાધે, તેને અધ્યાત્મ કહીએ. શ્રી ૦૩ નામ અધ્યાત્મ ઠવણ અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છડેરે; ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડેરે. શ્રી ૪ શબ્દ અધ્યાત્મ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજે શબ્દ અધ્યાત્મ ભજના જાણી, હાન ગ્રહણમતિ ધરજોરે. શ્રી ૫ અધ્યાત્મ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસીરે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતવાસીરે. શ્રી. ૬ ૮૩ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન. (૧૨)
રાગ ગેડી તથા પરજી.
તંગિયાગિરિ શિખરે સોહે–એ દેશી. વાસુપૂજય જિન ત્રિભુવન સ્વામી, ઘન નામી પરના મીરે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામરે. વા. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારે રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારરે.વાસુ૦ ૨ કર્તા પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરીયેરે; એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસરીયેરે. વાસુ. ૩ દુખ સુખરૂપ કરમ ફલ જાણે, નિશ્ચય એક આનંદોરે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદોરે. વાસુ૪ પરિણામી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફલ ભાવી જ્ઞાન કરમ ફલ ચેતન કહીએ, લેજો તેહ મનાવી. વાસુ- ૫ આતમ જ્ઞાની શ્રમણ કહ, બીજા તે દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગીરે. વાસુ. ૬
For Private and Personal Use Only