________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ પુરૂષ પરંપર અનુભવ જવતરે, અંધ અંધ પલાય; વસ્તુ વિચારે જે આગમે કરી રે, ચરણ ધરણ નહી ઠાય. ૫૦૩ તક વિચારે વાદ પરંપરારે, પાર ન પહોંચે કાય; અભિમતે વસ્તુ વસ્તુગતે કહેરે, તે વિરલા જ જોય. ૫૦ ૪ વસ્તુ વિચારે રે દિવ્ય નયણતણેરે, વિરહ પડયો નિરધાર; તરતમ જેગેરે તરતમ વાસના, વાસિત બોધ આધાર. પં. ૫ કાળ લબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવિલંબ એ જન જીવેરે જિનજી જાણજે, આનંદઘન મત અંબ. ૫૦૬
૭૪ શ્રી સંભવજિન સ્તવન. (૩) રાગ રામગ્રી-રાતડી રમીને હિથી આવીયારે–એ દેશી. સંભવદેવ તે ધુર સેવે રે, લહી પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અદ્વેષ અખેદ. સં. ૧ ભય ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હે કરતાં થાકીયેરે, દોષ અબોધ લખાવ. સં. ૨ ચરમાવત હે ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દેષ ટળે વળી દષ્ટિ ખૂલે ભલી, પ્રાપ્તિ પ્રવચન વાક. સં. 3 પરિચય પાતિક ઘાતિક સાધુ શું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાત્મ શ્રવણ મનન કરી, પરિશીલન નય હેત.સં૦૪ કારણ જેગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સધિયેરે, એનિજ મત ઉન્માદ, સં. ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદર, સેવન અગમ અનૂપ, દેજો કદાચિત સેવન યાચનારે, આનંદઘન રસ રૂપ. સં. ૬
For Private and Personal Use Only