________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમતાં ભાંગે ભૂખડી, દયા દૂધપાક અમીરસ આગને આજ.
માતા૦ ૫ સંતોષ શીરા ને વળી પુન્યની પુરી પીરસી, સંગ શાક ભલાં છે દાતાર ઢીલી દાળ, મેટાઈ માલપુવા ને પ્રભાવનાના પૂડલા, વિચાર વડી વઘારી, જમજે મારા લાલ.
માતા ૬ રૂચિ રાયતા રૂડા પવિત્ર પાપડ પીરસ્યા, ચતુરાઈ ચાખા ઓસાવી આપ્યા ભરપૂર, ઉપર ઇંદ્રિય દમન દૂધ તપ તાપે તાતું કરી, પ્રીતે પીરસ્યું જમજે જગજીવન સહ નૂર.
માતા. ૭ પ્રીતિ પાણું પીધાં પ્રભાવતીના હાથથી, તત્વ તંબોલ લીધાં શિયળ સોપારી સાથે અકલ એલાયચી આપીને માતા મુખ વદે, ત્રિભુવન તારી તરજે જગ જીવન જગનાથ.
- માતા. ૮ પ્રભુના થાલ તણે જે ગુણ ગાવે ને સાંભળે, ભેદ ભેદાંતર સમજે જ્ઞાની તેહ કહેવાય; ગુરૂ ગુમાન વિજયને શિષ્ય કહે શીર નામીને, સદા સૌભાગ્ય વિજય ગાવે ગીત થાય સદાય
માતા. ૯ પ૭ શ્રી મહાવીર સ્વામીનું સ્તવન. માતા ત્રિશલાના નંદકુમાર, વીર ઘણું જી રે; મારા પ્રાણ તણા આધાર, જગતને દીરે. વીર૧
For Private and Personal Use Only