________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org
વૃત્તય: પંચતથ્ય: નિષ્ઠાવિતષ્ટા || ૧ ||
:
સૂત્રાર્થ -" (વૃત્ત. ...... અર્થાત્ બધા જીવોના મનમાં પાંચ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે. તેના બે ભેદ છે. એક ક્લિષ્ટ અને બીજી અક્લિષ્ટ, અર્થાત્ ક્લેશસહિત અને ક્લેશરહિત. તેમાંથી જેમની વૃત્તિ વિષયાસક્ત પરમેશ્વરની ઉપાસના (ભક્તિ)થી વિમુખ હોય છે, તેમની વૃત્તિ અવિદ્યા આદિ ક્લેશ-સહિત (ક્લિષ્ટ) તથા જે પૂર્વોક્ત ઉપાસક છે, તેમની ક્લેશ-રહિત (અકિલષ્ટ) શાંત હોય છે.” (ઋ. ભૂ. ઉપાસના) ભાગ્યાનુવાદ - (વિજ્ઞષ્ટવૃત્તિ) અવિદ્યા આદિ ક્લેશોથી ઉત્પન્ન થનારી તથા કર્માશયો (કર્મ સમૂહ) કર્મ સંબંધી વાસનાઓની ઉત્પત્તિમાં ક્ષેત્રીભૂત-ખેતરરૂપી બનેલી ચિત્ત-વૃત્તિઓ ક્લિષ્ટ કહેવાય છે અને (અતિષ્ટવૃત્તિ)વાતિવિષયા ચિત્ત તથા પુરુષનો પૃથ-પૃથક્ બોધ કરાવનારી, સત્ત્વ, રજ તથા તમોરૂપ ગુણોના અધિકા૨ = કાર્યપરિણામનો વિરોધ કરવાવાળી વૃત્તિઓ અક્લિષ્ટ કહેવાય છે.
(વૃત્તિ)= ક્લિષ્ટ તથા અક્લિષ્ટ વૃત્તિઓની આ સામાન્ય સ્વરૂપથી ભિન્ન પણ વિશેષ અવસ્થાઓ હોય છે. જેમ કે ક્લિષ્ટ વૃત્તિઓના પ્રવાદ=ઉદ્ગમ સ્થાનથી નીકળેલા હોવા છતાં પણ અક્લિષ્ટ વૃત્તિઓ હોય છે. ભાવ એ છે કે જે અવિદ્યા આદિ ક્લેશો અથવા અતિશય વૃણિત કર્મોથી ક્લિષ્ટ વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, કયારેક કયારેક એવું પણ બને છે કે તેમના દોપોને અથવા પરિણામોને જોઈને અત્યંત ધૃણા પેદા થઈ જાય છે. અને અપરવૈરાગ્ય (તૃષ્ણા રહિત) થઈ જાય છે. આવી રીતે ક્લિષ્ટ વૃત્તિઓના ઉત્પત્તિસ્થાનથી પણ અક્લિષ્ટ વૃત્તિઓ ઉત્પન્ન થઈ જાય છે. આ જ બાબતને ભાખકારે એમ કહીને સ્પષ્ટ કરી છે કે “વિત્તવૃદ્વેિષ્વવ્યવિતા મવન્તિ અર્થાત્ ક્લિષ્ટ વૃત્તિઓનાં છિદ્ર=દોષ દર્શન થતાં (પાપ કર્મોથી ઘૃણા આદિ થવાથી) અક્લિષ્ટ વૃત્તિ ઉત્પન્ન થઈ જાય છે.
-
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:=
તે જ પ્રમાણે ‘અવિત્તઇચ્છિદ્રેષ વિત્તા કૃતિ '=અક્લિષ્ટ વૃત્તિઓમાં પણ જે વિરોધી વિક્ષેપરૂપ છિદ્રોના અવસર હોય છે તેમના ઉદય થતાં ક્લિષ્ટ વૃત્તિ ઉત્પન્ન થઈ જાય છે. (જે સમાધિમાં યોગીને માટે બાધા અથવા ક્લેશ ઉત્પન્ન કરતી રહે છે. જે યોગી સજાગ હોય છે, તે આ વિક્ષેપોથી બચી જાય છે.)
For Private and Personal Use Only
ક્લિષ્ટ-અક્લિષ્ટ પ્રકારના સંસ્કાર વૃત્તિઓથી ઉત્પન્ન થાય છે અને સંસ્કારોથી તે તે જાતિની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વૃત્તિ-સંસ્કારરૂપ ચક્ર નિરંતર ચાલતું રહે છે. આ પ્રકારનું ચિત્ત (કે જેમાં વૃત્તિ સંસ્કારનું ચક્ર ચાલતું રહે છે) (વૃત્તિ નિરોધ થતાં) અવસિત્તાધિારમ્= પોતાના સત્ત્વ, રજ, તથા તમોરૂપ ગુણોનું કાર્યક્ષેત્ર સમાપ્ત થતાં (જીવાત્માનું શુદ્ધ તથા કેવલી અર્થાત્ મોક્ષ થતાં) આત્મત્સ્યેન જીવાત્મા જેવો=(જીવનમુક્ત દશામાં) જીવાત્માને અનુકૂળ શુદ્ધ થઈને રહે છે અથવા મોક્ષ થતાં પ્રલય–ચિત્ત પોતાના કારણરૂપ પ્રકૃતિમાં વિલીન થઈ
સમાધિ પાદ
૫૧