________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"चित्तस्यैवैष विचित्र : परिणाम : पुरुषस्त्वसत्याम् अविद्यायां शुद्धश्चित्तधर्मेरपरामृष्ट इति ।
અર્થાત્ આ બધુ વિચિત્ર પરિણામ=સંસારમાં રહેલા જીવોની દશાઓ ચિત્તની જ છે - પુરુષ તો અવિદ્યા ન રહેતાં શુદ્ધ સ્વરૂપ છે અને તે ચિત્તના ધર્મો (વિવિધ પરિણામો)થી સર્વથા અસંબદ્ધ છે. (૭) મનથી પુરુષનો ભેદ(ક) ધો. ૪/૧૮ સૂત્ર તથા ભાગ્યમાં એ સ્પષ્ટ લખ્યું છે કે ચિત્ત પરિણામી છે અને પુરુપ અપરિણામી. ચિત્ત ગ્રહણ કરવાનું સાધન છે, અને જીવાત્મા તેનો સ્વામી છે. (ખ) (યો. ૪૨૪) સૂત્ર તથા ભાખમાં લખ્યું છે કે ચિત્ત પરાર્થ-જીવાત્માના ભોગ અપવર્ગને માટે અને ઈદ્રિયોની સાથે સંયુક્ત થઈને કાર્ય કરે છે. યોગદર્શનના (૪/૧૭) વ્યાસ ભાખમાં ચિત્તને પરિણામી તથા જીવાત્મા તેનાથી જુદા સ્વભાવવાળો અપરિણામી કહ્યો છે. અને (યો. ૩/૩૫) સૂત્રના ભાષ્યમાં ત્રિગુણાત્મકચિત્તથી જીવાત્માને “અત્યંત વિધર્મા કહીને જુદો માન્યો છે. અને ત્રિશુદ્ધિ ત્રિશુળાત્કાતન (યો. ૨/૨૦ વ્યાસ)માં તો જીવાત્મા તથા બુદ્ધિના સ્પષ્ટ ભેદ દર્શનીય જ છે. શું તેમાં પણ કોઈને ભ્રાન્તિ સંભવ છે? (૮) ચિત્ત દશ્ય હોવાથી સ્વપ્રકાશક નથી - યોગદર્શનના તદ્વામા રત્નાત) સૂત્ર તથા ભાષ્યમાં આ સ્પષ્ટ લખ્યું છે કે જેમ નેત્ર વગેરે ઈદ્રિયો દશ્ય હોવાથી સ્વપ્રકાશક નથી, તે રીતે મન પણ સ્વપ્રકાશક નથી. આ જીવાત્માના સંપર્કથી જ જ્ઞાનનું સાધન બને છે, નહીંતર નહીં.
ઈત્યાદિ અનેક ઉદ્ધરણ બીજા પણ આપી શકાય છે, જેનાથી એ નિશ્ચંન્ત સિદ્ધ થાય છે કે યોગદર્શનકાર મહર્ષિ પતંજલિ તથા મહર્ષિ વ્યાસ બંનેય મન તથા બુદ્ધિને પ્રકૃતિના વિકાર હોવાથી અચેતન માને છે. મહર્ષિ દયાનંદે પણ ઋષિઓની માન્યતાને જ પરમ પ્રમાણમાની છે. માટે વિપક્ષનાવિદ્વાનોએ પૂર્વોક્ત ઋષિ વચનો પર ફરી ફરીને મનન કરીને સત્યને ગ્રહણ કરવું જોઈએ.
પરિશિષ્ટ
૩૮૭
For Private and Personal Use Only