________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વરૂપમાં સ્થિર છે, અને સ્થિર હોવાથી જ અનેક ચિત્તોનો વિષય બની જાય છે, કેમ કે એક જ વસ્તુને જોઈને ચિત્તોના અવસ્થાભેદથી કોઈને સુખ થાય છે, તો કોઈને દુઃખ થાય છે, કોઈકને વળી મોહ થાય છે, જયારે બીજા કોઈકને ઉદાસીનતા થાય છે. જેમ એક જ સુંદર સ્ત્રીને પતિ જોઈને તો સુખી થાય છે, પરંતુ સપત્ની (શોકય) તેને જોઈને દુઃખી થાય છે. કામી વ્યક્તિ તેને જોઈને મોહિત થાય છે, પણ કોઈ વિરક્ત સાધુ-પુરુષ તેને જોઈને ઉદાસીન રહે છે. જો ચિત્તથી ભિન્ન કોઈ બાહ્ય વસ્તુ નથી, તો એક જ વસ્તુ આટલા ચિત્તોનો વિષય બની નથી શકતી. માટે એક જ વસ્તુ અનેક ચિત્તોમાં જુદા જુદા ભાવોને ઉબુદ્ધ (જાગૃત) કરવાથી ચિત્ત દ્વારા કલ્પેલી નથી માની શકાતી પ્રત્યુત ચિત્તથી ભિન્ન સ્વતંત્ર પોતાની સત્તા રાખતી હોય છે.
આપણે આ પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ કે આપણે પહેલાં કોઈક વસ્તુને જોઈ હતી અને કાળાન્તરમાં ફરીથી તેને જ જોઈને આપણને ‘ક્ષ વાય ઘટ :' આ ઘડો એ જ છે એવી પ્રત્યભિજ્ઞા (જ્ઞાન) થાય છે. જો ઘટ આદિ કોઈ પદાર્થ જ ન હોય તો પ્રથમ સ્મૃતિની પ્રત્યભિજ્ઞા કદાપિ ન થઈ શકે તથા ક્ષણિકવાદમાં એ પણ દોષ છે - કે અન્યન દ્રષ્ટ શ્રુત વા નાન્યઃ સ્મરતિ એકે જોયેલી, સાંભળેલી વસ્તુનું સ્મરણ બીજાથી કદાપિ નથી થતું. આ નિયમ પ્રમાણે જે ઘટ (ઘડા)નો આશ્રય પૂર્વચિત્ત હતું તેનો નાશ થવાથી બીજું ચિત્ત તેની સ્મૃતિ કેવી રીતે કરી શકે છે ? કેમ કે આ પ્રત્યભિજ્ઞાનો અપલાપ (નિષેધ) કોઈ નથી કરી શકતું. માટે ઘટ-પટ આદિ બાહ્ય વસ્તુઓની સ્વતંત્ર સત્તા છે, અને તે ચિત્તથી જુદી છે. આ વાતને અવશ્ય સ્વીકાર કરવી પડશે. અને પૂર્વકાળનું જ્ઞાતા જે ચિત્ત છે, તેની સ્મૃતિ દ્વારા બીજું ક્ષણિક ચિત્ત કદાપિ નથી કરી શકતું માટે ક્ષણિકવાદની ક્ષણિક ચિત્તની કલ્પના અને ચિત્તથી ભિન્ન બાહ્ય વસ્તુઓને ન માનવી, બંને માન્યતાઓ પ્રત્યક્ષ વિરુદ્ધ તેમ જ અયુક્તિયુક્ત છે.
-
અહીં એક આ પણ આ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે કે ચિત્ત એક ત્રિગુણાત્મક પ્રકૃતિનો વિકાર છે, તે ચિત્તથી ચેતન પુરુષને સુખ-દુઃખ, મોહ વગેરે અનેક પ્રકારનાં જ્ઞાન કેમ થાય છે? ક્ષણિકવાદીના મતમાં તેનું કારણ ભિન્ન ભિન્ન ચિત્ત છે. તેનો ઉત્તર વ્યાસ ભાષ્યમાં ઘણો જ યુક્તિયુક્ત આપ્યો છે. અર્થાત્ પ્રત્યેક પ્રકૃતિજન્ય વસ્તુ સત્ત્વ આદિ ગુણવાળી હોય છે. અને ગુણોનો સ્વભાવ ચલ = પરિવર્તનશીલ છે. આ ગુણોમાં ધર્મ, અધર્મ, વિદ્યા, અવિદ્યા આદિના કારણે ગુણોનો અભિભવ તથા પ્રાદુર્ભાવ થતો રહે છે. જે વખતે ધર્માચરણથી સત્ત્વગુણની મુખ્યતા હોય ૐ, તે વખતે સુખ, અધર્મ-આચરણથી રજોગુણની પ્રમુખતા થતાં દુઃખ અને અજ્ઞાનતાની પ્રધાનતામાં તમોગુણજન્ય મોહ ચિત્તમાં થતો રહે છે. પરંતુ વિવેકજ્ઞાનની મુખ્યતા થતાં ત્રિગુણાત્મક પ્રકૃતિથી ઉપેક્ષા ભાવ થવા લાગે છે. માટે સુખ, દુઃખ, મોહ આદિનું કારણ ધર્મ આદિ વિભિન્ન નિમિત્ત છે, ક્ષણિકવાદનાં વિભિન્ન ચિત્ત નહીં. ૫૧પપ્પા નોંધ – (૧) અહીં વ્યાસ-મુનિએ યોગની સમાન માન્યતા રાખનારા સાંખ્યદર્શનની વાત
કૈવલ્યપાદ
૩૩૭
For Private and Personal Use Only