SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશામાં વિભિન્ન સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, જેમનું કથન વિભૂતિપાદમાં વિશેષરૂપથી કરવામાં આવ્યું છે, તે બધી સમાધિજનિત સિદ્ધિઓ કહેવાય છે આ રીતે એ પાંચ ચિત્ત સિદ્ધિના પ્રકાર છે. આ પ્રકારોથી યોગીનું ચિત્ત સિદ્ધ થાય છે. અને ચિત્તની સિદ્ધિ થવાથી તથા ઇંદ્રિયો આદિમાં દિવ્ય-શક્તિ પ્રાપ્ત થવાથી ચરમ લક્ષ્ય ‘કૈવલ્ય'ની પ્રાપ્તિમાં ઘણી જ સહાયતા મળે છે. પરંતુ આ ચિત્તસિદ્ધિઓમાં સમાધિજ (ધ્યાનજ) ચિત્તજ (૪/૬ પ્રમાણે) વાસનાઓથી રહિત હોય છે. વિમર્શ : (ક) અહીં વ્યાસ-ભાપ્યમાં મન્ત્રરાશમનધિમત્તિામ :' લખ્યું છે. જેથી એ ભ્રમ ઉત્પન્ન થાય છે કે મંત્રોથી આકાશગમન કેવી રીતે સંભવ છે ? અને યોગ (૨/૪૩) સૂત્રના ભાષ્યમાં તપથી કાયસિદ્ધિ અણિમા આદિ સિદ્ધિઓ કહી છે, અને અહીં મંત્રોથી માની છે, તપ થી નહીં. આથી પરસ્પર વિરોધ જણાય છે. આ વિષયમાં યોગીરાજ મહર્ષિ દયાનંદે ઉપદેશ મંજરીમાં કહ્યું છે કે - “અણિમા આદિ વિભૂતિઓ છે, એ યોગીના ચિત્તમાં પેદા થાય છે. સાંસારિક લોકો જે એમ માને છે કે એ (સિદ્ધિઓ) યોગીના શરીરમાં પેદા થાય છે, તે બરાબર નથી. અણિમા આદિનો અર્થ એ છે કે (યોગીનું ચિત્ત) નાનામાં નાની વસ્તુને, વિશેષ સૂક્ષ્મ થઈને માપવાવાળું થાય છે. એ જ પ્રકારે મોટામાં મોટા પદાર્થને વિશેષત મોટું થઈને યોગીનું મન ઘેરી લે છે, તેને ‘ગરિમા' કહે છે. આ મનના ધર્મ છે, શરીરમાં તેની શક્તિ નથી.” (૧૧મો ઉપદેશ) વાસ્તવમાં તપ દ્વારા અશુદ્ધિના નાશથી ચિત્તની શુદ્ધે થાય છે, અને તેમાં એવી શક્તિ પેદા થાય છે કે તે ચિત્ત સૂક્ષ્મથી સૂક્ષ્મ વિષયોનું ગ્રહણ કરવાથી અણિમા સિદ્ધિને પ્રાપ્ત કરે છે તે જ પ્રકારે ગરિમા આદિ પણ ચિત્તની સિદ્ધિઓ છે, શરીરની નથી. આ જ વાત યુક્તિયુક્ત પણ છે, કેમકે ચિત્તની અશુદ્ધિના નાશથી ચિત્તની સિદ્ધિથશે, શરીરની નહીં. માટેયોગ. (૨/૪૩) સૂત્રના ભાષ્યનું તાવાળમતાપમાત્ાયસિદ્ધિણિમાઘા પાઠમાં વર્તમાન ‘જાય શબ્દથી ‘કાયસ્થ મન’ અર્થને ગ્રહણ કરવો જોઈએ. આ સૂત્રના વ્યાસભાષ્ય - 'મન્ત્રરાજાશામનાળિમાહિતામ: ' પાછળથી ઉમેરેલું હોવાથી (પ્રક્ષિપ્ત હોવાથી) વિચારવા યોગ્ય છે. યોગાભ્યાસી સાધકોએ આ વિષયને હજી વધારે ચિંતન કરીને સ્પષ્ટ કરવું જોઈએ. (ખ) આ જ પ્રકારે તપોજા – સિદ્ધિના વિષયમાં વ્યાસ-ભાષ્ય પણ વિચારણીય છે. તપ કરવાથી = બ્રહ્મચર્ય આદિ સત્યવ્રતોના અનુષ્ઠાનથી સંકલ્પ સિદ્ધિ તો થાય છે. પરંતુ "યત્ર-તંત્ર હ્રામ =સંકલ્પ અનુસાર ગતિ કરવી' તેનાથી ભ્રમ અવશ્ય પેદા થાય છે. તપથી (૨/૪૩) સૂત્રમાં અશુદ્ધિના નાશથી કાયસ્થ મન તથા ઇંદ્રિયોની સિદ્ધિ સ્વાધીનતા કહી છે. અને અહીં ઇચ્છા પ્રમાણે વિચરણ (ફરવાનું) કરવાનું કહ્યું છે, તે એનાથી વિરુદ્ધ જ જણાય છે. જો તેનું તાત્પર્ય શરીરથી ગતિ કરવાનું ન લેતાં ચિત્તની ગતિથી હોય તો તે સૂક્ષ્મથી સૂક્ષ્મ અને સ્થૂળ થી સ્થળ વિષયોમાં પણ ગતિ કરી જાય છે, ૩૧૨ યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy