________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(યો. ૩/૪૩) પૂર્વ સૂત્ર પર્યત યોગીને જુદા જુદા સંયમોથી પ્રાપ્ત સિદ્ધિઓનું વર્ણન ક૨વામાં આવ્યું છે. જો કે એ સિદ્ધિઓ પણ યોગીની સાધનાનું ફળ જ છે, પરંતુ એ સિદ્ધિઓથી (આકાશગમન વગેરેથી) સમાધિમાં બાધાઓ પણ ઉપસ્થિત થઈ શકે છે. એટલા માટે (૩/૩૭) સૂત્રમાં ‘તે સમાધાયુપસર્ના ' એ સિદ્ધિઓને વિઘ્નો માન્યાં છે. હવે આ શાસ્ત્રમાં મુખ્યરૂપથી પ્રતિપાદ્ય ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્યના વિષયોમાં સંયમથી થનારી સિદ્ધિઓનું કથન કરવામાં આવે છે. આ સૂત્રમાં ગ્રાહ્ય-વિષયક સંયમથી થનારી સિદ્ધિનું કથન છે અને અહીં ભૂતોનાં પાંચ રૂપો બતાવ્યાં છે. જેનું તાત્પર્ય એ છે કે દરેક ભૂત સ્થૂળ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય તથા અર્થવત્વ, પાંચ વિશેષતાઓથી જાણી શકાય છે, જેનું વ્યાસ-ભાષ્યમાં નીચે મુજબ વર્ણન કરવામાં આવ્યું છે.
(૧) સ્થૂળ – પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતોનાં જે પોત-પોતાનાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વિશેપ ધર્મ છે, તે પોત-પોતાના વિશિષ્ટ આકાર-પ્રકાર વગેરેની સાથે સ્થૂળ કહેવાય છે. જેમ કે પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ છે, પરંતુ તેનામાં પોતાનાથી સૂક્ષ્મ જળ વગેરેના ગુણ (રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ) પણ સમાયેલા છે, અને તેના કઠણતા, ભારેપણું (ગુરુત્વ) વગેરે ધર્મ છે. જળ (પાણી)નો વિશેષ ગુણ ૨સ છે. તેમાં તેનાથી સૂક્ષ્મ રૂપ, સ્પર્શ અને શબ્દ ગુણો સમાયેલાં છે. તથા જળના સ્નેહ, સૂક્ષ્મતા, મૃદુતા, ગુરુત્વ વગેરે ધર્મ છે. અગ્નિનો વિશેષ ગુણ રૂપ છે, પરંતુ તેમાં તેનાથી સૂક્ષ્મ ભૂતોના સ્પર્શ અને ગુણ પણ છે. વાયુનો વિશેષ ગુણ સ્પર્શ છે, પરંતુ તેમાં તેનાથી સૂક્ષ્મ આકાશનો શબ્દ ગુણ પણ છે. અને વાયુના તિર્યકગતિ, પવિત્રતા, કંપન, રુક્ષતા વગેરે ધર્મ છે. આકાશનો વિશેષ ગુણ શબ્દ છે અને તેના વ્યાપકતા, અવકાશ આપવો વગેરે ધર્મછે. એવિશેષધર્મોની સાથે પંચભૂતોનો જે આકાર-પ્રકાર આપણી સામે છે, તે તેમનાં સ્થૂળરૂપ છે.
(૨) સ્વરૂપ - પૃથ્વી આદિ પાંચ ભૂતોનાં જે પોતાના સામાન્ય રૂપ છે, તેને જ અહીં ‘સ્વરૂપ’ શબ્દથી જાણવું જોઈએ. જેમ કે પૃથ્વીનું મૂર્તિ=પિંડરૂપ થવું, જળનું સ્નિગ્ધતા, અગ્નિનું ઉષ્ણતા, વાયુનું વહનશીલતા અને આકાશનું વ્યાપકતા. એ મૂર્તિ વગેરે ધર્મ જ પૃથ્વી આદિનાં સામાન્ય છે. આ સામાન્ય સ્વરૂપના શબ્દ વગેરે ગુણો પરસ્પર ભિન્નતા કરવાના કારણવિશેષ છે. જો કે મૂર્તિ આદિ ધર્મ પણ પૃથ્વી આદિ ભૂતોના ભેદક છે, પરંતુ પૃથ્વીના લીંબુ અને દ્રાક્ષમાં જે ખાટા તથા મીઠાનો ભેદ છે તે રસના કા૨ણે છે. એટલા માટે રસ વગેરેને વિશેષ કહેવામાં આવ્યા છે. તેમાં જ્ઞાતિસમન્વિતાનામેષાં ધર્મમાત્રવ્યાવૃત્તિ ઃ’ એ કોઈક પ્રાચીન આચાર્યનું પ્રમાણ પણ વ્યાસ ભાષ્યમાં આપ્યું છે. દ્રવ્યનું સ્વરૂપ-સામાન્યવિશેષ સમુલાયોત્રદ્રવ્યમ્ અર્થાત્ આ શાસ્ત્રમાં સામાન્ય વિશેષ ધર્મોના સમુદાયને દ્રવ્ય માનવામાં આવ્યું છે. પૃથ્વી આદિ ભૂત પણ દ્રવ્ય એટલા માટે છે કે એ પણ સામાન્ય-વિશેષના સમૂહરૂપ છે. સમૂહ પણ બે પ્રકારના હોય છે (૧) એક જેમાં સમુદાયના અવયવોનો ભેદ છૂપો રહે છે જેમ કે શ૨ી૨, વૃક્ષ, ઝૂંડ તથા વન.
વિભૂતિપાદ
૨૮૯
For Private and Personal Use Only