SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી જગાએ નામવાચક હોય છે. આ જ પ્રકારે જેમ માનવીય ભાષામાં શબ્દ, અર્થ તથા જ્ઞાનના વિભાગોનું આપણે ધ્યાન રાખવું પડે છે, તે જ પ્રકારે પશુ પક્ષીઓના શબ્દોમાં પણ વિભાગને જાણવા પડશે, ત્યારે જ તેમના શબ્દોને સમજી શકાય છે. વ્યાસ મુનિએ યોગીને માટે આ વર્ણસ્ફોટ, પદસ્ફોટ તથા વાકયસ્ફોટનાં ઉદાહરણ આપીને બીજા પ્રાણીઓની વાણીને સમજવામાં એક માર્ગદર્શન કર્યું છે. જે ૧૭ મે હવે - સંયમ દ્વારા સંસ્કારોના સાક્ષાત્કારનું ફળ - ___ संस्कारसाक्षात्करणात्पूर्वजातिज्ञानम् ॥१८॥ સૂત્રાર્થ - (ારાક્ષાત) યોગીને સંયમ દ્વારા સંસ્કારોનો સાક્ષાત્કાર થવાથી (પૂર્વજ્ઞાતિજ્ઞાનમ) પૂર્વ જન્મનું જ્ઞાન થઈ જાય છે. ભાપ્ય અનુવાદ-આ સંસ્કારો નિશ્ચયથી બે પ્રકારના છે - (૧) એક સ્મૃતિ અને અવિદ્યા આદિ લેશોના કારણભૂત વાસનારૂપી સંસ્કાર (૨) સુખ દુઃખ રૂપ કર્મફળ ભોગના કારણે ધર્મ અને અધર્મરૂપ સંસ્કાર. આ બંને પ્રકારના સંસ્કારો) પૂર્વજન્મમાં સંચિત થયેલાં પરિણામ, ચેષ્ટા, નિરોધ, શક્તિ, જીવન, ધર્મની સમાન ચિત્તના અપરિદષ્ટ (પરોક્ષ) ધર્મ છે. આ સંસ્કારોમાં કરેલા સંયમ યોગીને સંસ્કારોના સાક્ષાત્કાર દ્વારા ક્રિયાને માટે સમર્થ કરે છે અને આ સંસ્કારોનો સાક્ષાત્કાર (તે પૂર્વજન્મોનો) રેશ= સ્થાન, કાળ તથા નિમિત્તના અનુભવો વિના નથી થતો. આ પ્રકારે સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી યોગીને પૂર્વજન્મનું જ્ઞાન થઈ જાય છે. એ જ પ્રકારે પૂર = બીજા પુરુષમાં પણ સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી તેના પૂર્વજન્મનું જ્ઞાન થઈ જાય છે. આ વિષયમાં એ મરયાન = ઋષિઓનો સંવાદ સાંભળવામાં આવે છે કે ભગવાન જૈગીષત્રને સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી દશ મહાસર્ગોમાં થયેલા જન્મોના પરિણામ ક્રમને જાણતાં વિવેકજ્ઞાન પ્રકટ થયું. ત્યાર પછી જૈગીપને શરીરધારી ભગવાન આવ કહ્યું - દશમહાસગોમાં ભવ્ય હોવાના કારણે ન દબાવી શકાય તેવા બુદ્ધિસત્ત્વવાળા તમે નરવ = અત્યંત દુઃખમય તથા તિર્થવ યોનિ = પશુપક્ષી આદિ યોનિઓના ગર્ભમાંથી થનારા દુઃખનો અનુભવ કરતા અને દેવો તથા મનુષ્યોના રૂપમાં વારંવાર ઉત્પન્ન થતાં સુખ અને દુઃખમાંથી કોનો વધારે અનુભવ કર્યો ? ભગવાન આવર્યાને જંગીપળે ઉત્તર આપ્યો કે દશ-મહાસર્ગોમાં ભવ્ય હોવાના કારણે ન દબાઈ શકે તેવા બુદ્ધિસત્ત્વવાળા મારા દ્વારા નરકની તિર્યકયોનિમાં થતાં દુઃખને જોતાં દેવો તથા મનુષ્યોમાં વારંવાર ઉત્પન્ન થતાં મેં જે કંઈ પણ અનુભવ કર્યો તે બધું દુઃખરૂપ જ છે, એવું હું સમજું છું. ત્યાર પછી ભગવાન આવએ ફરીથી પૂછયું – આ જે આપનું આયુષ્માન પ્રકૃતિના=પ્રકૃતિપરસ્વામિત્વરૂપ અને અનુત્તમ સંતોષસુખ છેશું તેને પણ આપે દુ:ખના પક્ષમાં રાખ્યું છે? ભગવાન્ જોગીપળે ઉત્તર આપ્યો – વિષય-સુખની સરખામણીમાં જ આ સંતોષસુખ અતિ ઉત્તમ કહેવામાં આવ્યું છે. પરંતું વર્ચસુરવ= મોક્ષ સુખની સરખામણીમાં તે પણ દુઃખ જ છે. (કેમ કે) બુદ્ધિસત્ત્વનો આ ધર્મ વિભૂતિપાદ ૨૫૯ For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy