________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહીં આસન જયનો અભિપ્રાય એ છે કે આસનની સ્થિરતા થવાથી યોગીમાં એટલી સહનશીલતા આવી જાય છે કે પર્યાપ્ત ઠંડી-ગરમી પડતી હોય અથવા ભૂખ-તરસ લાગી હોય તો પણ યોગી તેને સહન કરવાના કારણે દુઃખી નથી થતો. એ ૪૮ | હવે - પ્રાણાયામનું સ્વરૂપ तस्मिन्सतिश्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ॥४९॥ સૂત્રાર્થ-“(તમિન ત.) જે વાયુ બહારથી અંદર આવે છે, તેને શ્વાસ અને જે અંદરથી બહાર આવે છે, તેને પ્રશ્વાસ કહે છે, તે બંનેનાં આવવા જવાનું વિચારથી રોકો, નાકને હાથથી કદીપણ ન પકડવું, પરંતુ જ્ઞાનથી જ તેમને રોકવો, તેને પ્રાણાયામ કહે છે.”
(ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ-તિમિતિ) તે ઉપર જણાવેલી આસન સિદ્ધિ થતાં (શ્વાસપ્રવી) બાહ્ય વાયુનું નામ = નાસિકા દ્વારા અંદર લેવો ‘શ્વાસ” છે. અને ઈંશ્યસ્થ = અંદર ઉદર (પેટ)માં રહેલા વાયુને નાકના છિદ્રોથી બહાર કાઢવો પ્રશ્વાસ છે. વિચ્છે) તે બને (શ્વાસ તથા પ્રશ્વાસ) તિવિચ્છેદ્ર = ગતિનો અભાવ =રોકવો પ્રાણાયામ કહેવાય છે. ભાવાર્થ-અહીં યોગનાં ત્રણ અંગોનુંયમ, નિયમ, આસનનું કથન કર્યા પછી ક્રમ પ્રમાણે પ્રાણાયામનું કથન કરવામાં આવ્યું છે. પ્રાણાયામનો અભ્યાસ કરવા માટે જોકે પૂર્વવર્તી ત્રણેય અંગોનું અનુષ્ઠાન ઘણું જ જરૂરી છે, તેમ છતાં પ્રાણાયામને માટે આસન સિદ્ધિની બાબત વિશેષ પ્રયોજનને માટે “બ્રાહ્મણ-વસિષ્ઠ ન્યાયથી કહી છે. આસન સિદ્ધિ વિના પ્રાણાયામ સુવિધાપૂર્વક કરવો સંભવ નથી. અથવા આ વાતને આ પ્રમાણે સમજવી જોઈએ કે ન્યાય દર્શનમાં પ્રત્યક્ષના લક્ષણમાં ઈઢિયાર્થ સંનિકર્મને કારણ માન્યું છે. (ઈદ્રિયનો પદાર્થની સાથે સંબંધ) . જો કે આત્મા તથા મન પણ તેમાં કારણ હોય છે, તેમ છતાં તેમનું કથન ન્યાયદર્શનના સૂત્રમાં નથી કર્યું. કેમકે પ્રત્યક્ષ વગેરે બધાં જ પ્રમાણોમાં આત્મા તથા મનનું પણ સંનિકર્ષ રહે છે. પરંતુ પ્રત્યક્ષમાં ઈદ્રિયાર્થ સંનિકર્પને વિશિષ્ટ કારણ માનીને જ નિર્દેશ કરવામાં આવ્યો છે. એ જ પ્રમાણે યમ-નિયમોનાં અનુષ્ઠાન તો યોગનાં બધાં જ અંગોમાં જરૂરી છે. પરંતુ પ્રાણાયામ કરવામાં આસનની વિશેષ અપેક્ષા હોવાથી સૂત્રકારે તામતિ કહીને આસન પર વિશેષ બળ આપ્યું છે.
આ સૂત્રમાં પ્રાણાયામનું સામાન્ય લક્ષણ કહેવામાં આવ્યું છે. તેમના ભેદોનું કથન આગળનાં બે સૂત્રો (૨/૫૦-૫૧)માં કરવામાં આવશે. આસનની સિદ્ધિ થતાં શ્વાસ-પ્રશ્વાસની ગતિને રોકવી પ્રાણાયામ કહેવાય છે. એ શ્વાસ-પ્રશ્વાસ જીવનભર નિયમિતરૂપથી જો કે ચાલતા રહે છે, સૂતી વખતે પણ તેમનું કાર્ય અવરુદ્ધ (બંધ) નથી થતું, પરંતુ એવા સ્વાભાવિક પ્રાણનું જવું-આવવું પ્રાણાયામ નથી. પ્રાણાયામ ત્યારે થાય છે કે જયારે શ્વાસ-પ્રશ્વાસની સ્વાભાવિક ગતિને કેટલાક વખત માટે રોકવામાં આવે. પ્રાણને અંદર રોકવો, બહાર રોકવો, અથવા વચ્ચે રોકી રાખવો વગેરે સમસ્ત પ્રાણોનો સાધન પાદ
૨૧૯
For Private and Personal Use Only