________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમાણે યોગ્ય આહાર-વિહાર, સંયમિત-શુદ્ધ આહાર, યોગ્ય રીતે સૂવું અને જાગવું, યોગ્ય શારીરિક વ્યાયામ વગેરે શ્રમ કરવો, અને હિંસા, રાગ, દ્વેષ વગેરેનો સર્વથા પરિત્યાગ કરવો અત્યંત આવશ્યક છે. આ ઉપાયો કરવાથી તથા નિરંતર અભ્યાસ કરવાથી આસન સ્થિર અને સુખદ થાય છે. ૪૬ નોંધ-(૧) તેને માટે યોગાભ્યાસી વ્યક્તિ વૈજ્ઞાનિનશો = પહેલાં વસ્ત્ર, તેની ઉપર મૃગછાલ અને તેની ઉપર કુશાસન વગેરેનો પ્રયોગ કરે છે. હવે - તે જ સ્થિરતા અને સુખની પ્રાપ્તિને માટે ઉપાય કહે છે.
प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् ॥४७॥ સૂત્રાર્થ – સમસ્ત પૂર્વ સૂત્રની અહીં અનુવૃત્તિ આવી રહી છે. પ્રયત્નશથિલ્ય = શારીરિક ચેષ્ટાઓને શિથિલ કરવી અને મનન્ત = અસીમિત સર્વવ્યાપી પરમાત્મામાં સETVત્તિ = તાદાભ્ય કરવાથી અથવા મનને અનંત પરમાત્મામાં સ્થિર કરવાથી આસન સ્થિર = નિશ્ચલ અને સુખદ થાય છે. ભાપ્ય અનુવાદ - “મવતિ ક્રિયા સૂત્રાર્થ વાકયમાં જોડવી જોઈએ પ્રયત્નોપરHI[ = શારીરિક ચેષ્ટાઓને રોકવાથી આસન સિદ્ધ થાય છે અને તેનાથી માનવ શરીરનું કંપન વગેરે પણ નથી થતું (વ્યાસભાપ્યમાં વ શબ્દ વિકલ્પ અર્થક નથી પરંતુ સમુચ્ચય અર્થક છે.) અને મનન્ત = અસીમિત સર્વવ્યાપક પરમેશ્વરમાં મનની સ્થિતિ કરવાથી આસન સમ્પન = સિદ્ધ થાય છે. ભાવાર્થ - અહીં આસન સિદ્ધિના ઉપાય બતાવતાં સૂત્રકારે તેના પ્રયત્નશૈથિલ્ય તથા અનંત સમાપત્તિ એવા બે ભેદ કહ્યા છે – .
અહીં પ્રયત્નશૈથિલ્યથી સૂત્રકારનો અભિપ્રાય બાહ્ય ચેષ્ટાઓ રોકવાનો તથા શરીરને ધારણ કરવાના પ્રયત્ન વિશેષમાં પણ ઢીલ કરવાનો છે. યોગી જયારે કોઈપણ આસનમાં બેસે છે, ત્યારે ઘણી વખત બેસવાથી શરીરમાં અકડાટ અથવા કંપન વગેરે થવા લાગે છે, જેનાથી યોગ કરવામાં બાધા પડે છે. અને અનંત સમાપત્તિ=સર્વવ્યાપક પરમેશ્વરમાં મનને લગાવવું પણ આસન સિદ્ધિમાં અપરિહાર્ય છે. આ મન સાન્તા એકદેશી વસ્તુમાં સદા સ્થિર નથી રહી શકતું. અનંત (પરમાત્મા)ની સાથે તાદાભ્ય થવાથી જ આસન સિદ્ધિ તથા દેહમાં સ્થિરતા આવી શકે છે.
આ પ્રયત્ન શૈથિલ્ય અને અનંત સમાપત્તિ વિના યોગાભ્યાસીને જપ-ઉપાસનામાં પણ બાધાઓ આવી જાય છે. શારીરિક સ્વાભાવિક ચેષ્ટાઓનું નામ પ્રયત્ન છે. તેમાં શિથિલતા ન કરવાથી શરીરમાં ખેંચાણ થવાથી અક્કડપણું અથવા કંપન વગેરે થવાથી યોગ-સાધનામાં બાધા થાય છે. અને યોગી લાંબા વખત સુધી યોગાભ્યાસમાં બેસી નથી શકતો. માટે શરીરમાં મૃદુતા રાખવાને માટે પ્રયત્ન શૈથિલ્ય કરવું જરૂરી છે, અને અનંત સમાપત્તિથી અભિપ્રાય સર્વવ્યાપક પરમેશ્વર સાથે તાદાભ્ય કરવાનો અર્થાત્ ઈશ્વરીય
સાધન પાદ
૨૧૭
For Private and Personal Use Only