________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાશવંત સ્વરૂપનું ચિંતન કરે છે અને એમ પણ વિચારે છે કે તેમના સંગ્રહમાં દુઃખ જ છે, સુખ તો ભૂલભૂલામણી જ છે, તથા આમાંથી કોઈ વસ્તુ મારી સાથે નથી આવી શકતી. આ ભૌતિક શરીર જેને હું ભોગ્ય પદાર્થોથી પોળી રહ્યો છું અથવા તેને શણગારી રહ્યો છું એ પણ નાશવંત હોવાથી મારી સાથે નહી રહે. મારો જન્મ આ શરીરની સાથેના સંયોગનું જ નામ છે અને તેનાથી વિયોગ (જુદું) થવું જ મૃત્યુ છે. હું તો અમર આત્મા છું, ક્યારેય નાશ નથી પામતો. પછી મારો આ નાશવંત શરીરની સાથે સંયોગ (જન્મ) શા માટે થયો છે? શું એ વિના નિમિત્તે જ મળી ગયો છે? વિના નિમિત્તે શરીર મળે તો બધાને એક સરખું જ મળવું જોઈએ. કોઈ પશુ, કોઈ પક્ષી છે, આ જુદી જુદી યોનિઓનું શું કારણ છે? પશુ યોનિમાં તે પોતાનાં સુખ દુઃખને નથી કહી શકતું કે ન તો કોઈ બૌદ્ધિક કાર્ય કરી શકે છે. આ અસમાનતાને જોઈને તે પોતાના જન્મના કારણોનું ચિંતન કરે છે અને દોષપૂર્ણ પરિગ્રહવૃત્તિને છોડી દે છે. આ જન્મના કારણે પૂર્વજન્મનાં કર્મ છે, હું તે કર્મોનાં ફળ ભોગવી રહ્યો છું અને ભવિષ્યમાં પણ નવો જન્મ મળશે, તેનાં કારણ પણ મારાં કર્મ જ હશે. આ કર્મમીમાંસાનું ચિંતન વિભિન્ન જન્મોના કારણોનું જ્ઞાન કરાવે છે અને પ્રકૃતિથી વિમુખ કરીને આત્મસ્વરૂપના ચિંતનમાં પ્રવૃત્ત કરાવે છે. ફલા નોંધ - (૧) આ વિષયમાં એ જાણવું જોઈએ કે જન્મ-જન્માંતરોમાં સૂક્ષ્મ શરીર જીવાત્માની સાથે જાય છે અને બધાં જ કર્ભાશય અને તેમની વાસનાઓ સૂક્ષ્મ શરીરના ઘટક મનમાં રહે છે. યોગી મનસ્થિત કર્ભાશય તથા સંસ્કારનું જ્ઞાન કરીને પૂર્વજન્મને જાણી લે છે. જેમ કે સૂત્રકારે કહ્યું છે. સંસાક્ષાત્ પૂર્વજ્ઞાતિજ્ઞાન(યો. ૩૧૮) અર્થાત્ સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી પૂર્વજન્મનું જ્ઞાન થઈ જાય છે. હવે - નિયમોની સ્થિરતામાં સિદ્ધિઓ કહીશું -
शौचात्स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ॥४०॥ સુત્રાર્થ - “પરંતુ યમોનું - નિયમ - સહકારી કારણ છે કે જે ઉપાસનાનું બીજું અંગ કહેવાય છે અને જેને અપનાવવાથી ઉપાસક લોકોને અત્યંત સહાય થાય છે, તે પણ પાંચ પ્રકારના છે. તેમનામાંથી પહેલા શૌચ (પવિત્રતા)નું ફળ લખવામાં આવે છે –
“વાસ્વા૦િ) પૂર્વોક્ત બે પ્રકારનાં શૌચ કરવાથી પણ જ્યારે પોતાનું શરીર અને તેનાં બધાં અવયવો બહાર-અંદરથી મલિન જ રહે છે, ત્યારે બીજાનાં શરીરોની પણ પરીક્ષા થાય છે કે બધાંનાં શરીર મળ આદિથી ભરેલાં છે. આ જ્ઞાનથી તે યોગી બીજા જોડે પોતાનું શરીર મિલાવવામાં ધૃણા અર્થાત્ સંકોચ કરીને સદા અલગ રહે છે.”
(8. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ-વતિ = યોગ સાધક, સ્ત્રી = પોતાના શરીરનાં અવયવોમાં મેલ હોવાથી ગુ!ાણા-ગ્લાનિ (દુઃખ) થતાં વ= બાહ્ય તથા અંદરની શુદ્ધિ કરતો, ન્યા = શરીરના મવદ્ય(નિંદનીય) દોષોને જોનારો તેમજ શરીરના પ્રત્યે આસક્તિ ન રાખનારો થઈ જાય છે. અને બીજાનાં શરીરોથી અશુદ્ધિના કારણે સંસર્ગ ન રાખતો સાધન પાદ
૨૦૭
For Private and Personal Use Only