________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે - મોક્ષ અથવા ઈશ્વરની પ્રાપ્તિ. વેદાન્ત દર્શન તે ઈશ્વર (બ્રહ્મ)નું જ વિશેષ પ્રતિપાદન કરે છે. ધર્મજિજ્ઞાસા અને બ્રહ્મજિજ્ઞાસાનો પરસ્પર ઘનિષ્ઠ (ગાઢ) સંબંધ છે. આદર્શન પ્રમાણે બ્રહ્મ જગતના કર્તા, ધર્તા, સંહર્તા હોવાથી જગતનું નિમિત્તે કારણ છે, ઉપાદાન અથવા અભિન્ન નિમિત્તોપાદાન કારણ નથી. બ્રહ્મ સર્વજ્ઞ, સર્વ શક્તિમાન, આનંદમય, નિત્ય, અનાદિ, અનંત આદિ ગુણવિશિષ્ટ શાશ્વત-સત્તા છે. તે જન્મ-મરણ વગેરે લેશોથી રહિત છે, તે નિરાકાર તથા નિત્ય છે. પ્રકૃતિને કાર્યરૂપ કરીને જગતની રચના કરે છે, પરંતુ સ્વયં અખંડ, નિર્વિકાર-સત્તા છે. ઋગવેદ વગેરે ચારેય વેદોનાં ઉપદેટા (ઉપદેશક) તે જ છે, જગતની સમસ્ત રચના તથા વેદોક્ત વાતોમાં પરસ્પર કયાંય વિરોધ નથી, માટે સમન્વય હોવાથી વેદ જ્ઞાનને આપનારા તથા જગતના કર્તા એકજ બ્રહ્મ છે. તે જ સર્વનિયતા થઈને જીવો માટે કર્મો પ્રમાણે ફળોની વ્યવસ્થા કરે છે.'
જીવ-બ્રહ્મની એકતા તથા જગત મિથ્યાનો સિદ્ધાંત મૂળ વેદાન્તની વિરૂદ્ધ હોવાથી મિથ્યા છે. આ દર્શનના પહેલા સૂત્રમાં ‘મથાતો ઘનિજ્ઞાસા' થી જ સ્પષ્ટ થાય છે કે જેને જાણવાની ઈચ્છા છે, તે ય (જાણવા યોગ્ય)=બ્રહ્મથી જુદો છે. નહીંતર સ્વયને જ જાણવાની ઇચ્છા કેવી રીતે થઈ શકે ? અને એ સર્વવિદિત છે કે જીવાત્મા અલ્પજ્ઞ, એકદેશી તથા અલ્પ સામર્થ્યવાળો છે, તથા તે દુઃખોથી છૂટવા ઇચ્છે છે. પરંતુ બ્રહ્મના ગુણ તેનાથી જુદા છે. વેદાન્તમાં મોક્ષમાં પણ જીવાત્માની સત્તા અલગથી સ્વીકાર કરેલી છે. અને જે વસ્તુ સતછે, તેના કારણમાં લયતો સંભવ છે, પણ અભાવ નહીં. આ સિદ્ધાંત અનુસાર કાર્ય જગતને પણ મિથ્યા નથી કહી શકાતું. અને નવીન વેદાન્તીઓનું એ કથન પણ મિથ્યા છે કે વેદાન્તમાં કર્મોનો ત્યાગ તથા ફક્ત જ્ઞાનનો ઉપદેશ છે. આ દર્શનમાં કર્મ કરવાનો સ્પષ્ટ ઉપદેશ મળે છે. આ વિષયમાં વેદાન્ત (૩/૧૯-૧૧) સૂત્રોમાં સુકૃત-દુકૃત કર્મોનું, વેદા. (૩|૩|૩)માં સ્વાધ્યાય કરવાનું, વેદા. (૩/૪/૬૦-૬૧)સૂત્રોમાં કામ્ય કર્મોને કરવાનું કથન અને વેદા. (૩/૪/૧૯)માં અગ્નિહોત્ર આદિ કર્મોનાં અનુષ્ઠાનનું વર્ણન મળે છે. આ સિવાય બ્રહ્મની ઉપાસના માટે યમ આદિ યોગાંગોનાં અનુષ્ઠાન કરવાનું વર્ણન કરવામાં આવ્યું છે. માટે નવીન વેદાન્તની માન્યતાઓ મૂળ વેદાન્તથી સર્વથા વિરુદ્ધ હોવાથી મિથ્યા જ છે.
(૫) શું દર્શનોમાં પરસ્પર વિરોધ છે? ઉપર્યુક્ત છ (૬) દર્શનો ઋષિઓ દ્વારા પ્રણીત છે અને વૈદિક વાડ્મયમાં તેમનું વિશિષ્ટ સ્થાન છે. સમસ્ત દર્શનોનો મુખ્ય ઉદેશ્ય, સૃષ્ટિનાં મૂળ તત્ત્વો તેમ જ ચેતન તત્ત્વો (જીવાત્મા-પરમાત્મા)નું યથાર્થ જ્ઞાન કરાવીને દુઃખોથી નિવૃત્તિ કરાવવાનો છે. “ઋષિ” શબ્દનો અર્થ છે - જે કોઈક પદાર્થનો સાક્ષાત્કાર કરી લે છે, તે તે વિષયનો ઋષિ કહેવાય છે. જેમ કે - આ શરીરમાં નેત્ર વગેરે ઈદ્રિયો પણ ઋષિ છે. જે વસ્તુને
પ્રાકથન
૧૫
For Private and Personal Use Only