________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ॥३७॥ સૂત્રાર્થ - “(ગર્તા) અર્થાત્ જયારે મનુષ્ય પોતાના શુદ્ધ મનથી ચોરી છોડી દેવાની પ્રતિજ્ઞા કરી લે છે ત્યારે તેને બધા ઉત્તમ પદાર્થો યથાયોગ્ય પ્રાપ્ત થવા લાગે છે. અને ચોરી એનું નામ છે કે માલિકની આજ્ઞા વિના અધર્મથી તેની ચીજને કપટથી અથવા છૂપાવીને લઈ લેવી” છે
(8 . ભૂ. ઉપાસના) (મસ્તેયઅર્થાત મન, વચન અને કર્મથી ચોરીનો ત્યાગ.” (સ.પ્ર. ત્રીજો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ – આ અસ્તેયમાં પ્રતિષ્ઠિત યોગીની પાસે બધી દિશાઓમાં રહેલાં રત્ન = ઉત્તમ પદાર્થ ઉપસ્થિત થઈ જાય છે. ભાવાર્થ-જયારે યોગીની અસ્તેયમાં પૂર્ણરૂપથી પ્રતિષ્ઠા=સ્થિતિ થઈ જાય છે, અર્થાત્ મન, વચન તથા કર્મથી સર્વથા ચોરીનો ત્યાગ કરી દે છે, ત્યારે ચોરી પરિત્યાગની ભાવનાના સર્વાત્મના પરિપકવ થઈ જવાથી પરિગ્રહની પ્રવૃત્તિ, લોભવશ થનારી પાપમયી માનસિક ભાવના અને લૌકિક વસ્તુઓ પ્રત્યે આકર્ષણ સમાપ્ત થઈ જાય છે. યોગીનો વિશ્વાસ તથા તેના પ્રત્યે લોકોની શ્રદ્ધા વધી જાય છે અને તેઓ સ્વત: જ યોગીને માટે સર્વોત્કૃષ્ટ વસ્તુઓ સમર્પણ કરવા લાગે છે.
અહીં વ્યાસ ભાષ્યમાં “રત્ન” શબ્દનું વિશેષણ ‘સર્વદિસ્થાન આપ્યું છે. જેનાથી સ્પષ્ટ છે કે “રત્ન” શબ્દ હીરા, મણિ આદિના માટે નથી. કેમ કે તેની ખાણો સર્વત્ર નથી હોતી અને યોગીને માટે આ મણિ આદિ અનાવશ્યક જ છે. માટે “રત્ન' શબ્દનો અર્થ ઉત્તમ પદાર્થ જ પ્રસંગ-અનુકૂળ બરાબર છે. “પતિષ્ક ક્રિયા પણ વિશેષ અર્થનો જ બોધ કરી રહી છે. ઉપપૂર્વક થા ધાતુ ઉપસ્થિત અર્થથી જુદા અર્થોમાં પણ વપરાય છે. "૩પદ્વપૂન-તિર-મિત્રરણ-૬ તથા વા નિખાન (મહાભાપ્ય ૧/૩/૨પ-સૂત્ર) આ બંને વ્યાકરણના નિયમોના ૩૫+સ્થા ધાતુથી દેવપૂજા, સંગતિકરણ આદિ અર્થોમાં આત્મપદ થાય છે. જે અનુસાર ન કેવળ ઉત્તમ પદાર્થોથી યોગી (દેવ)નો લોકો સત્કાર જ કરે છે, બલ્બ તે વિશ્વસનીય, લોભ વગેરેથી દૂર, દિવ્યગુણયુક્ત તથા સદુપદેટા યોગીની સંગતિ પણ કરે છે. “રત્ન' શબ્દથી અહીં ભૌતિક પદાર્થ જ નહીં બલ્ક મનુષ્યોમાં જે શ્રેષ્ઠ પુરુષ છે, તેઓ આ યોગીની પાસે આધ્યાત્મજ્ઞાનની લાલસાથી સંગતિ કરે છે. સર્વતિસ્થાનિ રત્નાનિ = જે યોગીની ચારે તરફ રહેનારા નજીકના તથા દૂરના પુરુષરત્નો હોય છે, તેઓ એ યોગીની પાસે જ્ઞાન અર્જન તથા સદુપદેશની લાલસાથી આવતા રહે છે.
અસ્તેય = ચોરીનો પરિત્યાગ કરવાથી યોગીમાં દિવ્યગુણોનો આશ્રય તો થઈ જ જાય છે, તથા સંસારમાં સર્વોત્કૃષ્ટ ગુણ પરમાત્મદેવના છે. તેમની સ્તુતિ અને મનન કરવાથી યોગીને ચારેય તરફ સંસારમાં જે ઈશ્વરીય દિવ્યશક્તિઓ કાર્ય કરી રહી હોય છે, તેમનું દર્શન (જ્ઞાન) યોગી પુરુષને વિશે મffજ પત્ત) આ વેદ મંત્ર પ્રમાણે થઈ જાય છે અને તે દિવ્યગુણો (રત્ન) યોગીના આશ્રય બની જાય છે. ૩૭
-
-
-
સાધન પાદ
૨૦૩
For Private and Personal Use Only