________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી દે છે. તે સમયે યોગાભ્યાસી શું કરે? એના માટે સૂત્રમાં લખ્યું છે કે પ્રતિપક્ષ=હિંસા આદિ વિરોધી ભાવોનું યોગી ચિંતન કરે કે હું કયા વિઘ્નોથી ઘેરાઈ ગયો છું? જે સંસારનાં દુઃખોથી સંતમ (દુઃખી) થઈને, અનન્ય શરણ થઈને તથા પ્રાણીઓને અભય પ્રદાન કરીને યોગમાર્ગને અપનાવ્યો હતો અને યોગાભ્યાસ કરવાનું વ્રત લીધું હતું. શું હવે મારે તે માર્ગ છોડી દેવો જોઈએ? શું હું તેનાથી કર્તવ્યવિમુખ તથા પ્રતિજ્ઞા-ભંગ કરનારો નહીં થઈ જઈશ? શું મારી સ્થિતિ તે કૂતરાની તુલ્ય નહીં થઈ જાય કે જે ઊલટી કરીને વમન કરીને) ફરીથી તેને ચાટવા લાગે છે ? ધિક્કાર છે મને, આ પ્રકારે વિરુદ્ધ માર્ગ અપનાવનારને (મને), જે દુ:ખ જાળથી છૂટીને મેં મોક્ષ માર્ગ અપનાવ્યો હતો, શું હું ફરીથી તે જ દુઃખ- બહુલ માર્ગને અપનાવીને સુખી બની શકું છું? આ પ્રકારે પ્રતિપક્ષ ભાવોનું ચિંતન કરીને યોગી હિંસા આદિ વિદ્ગોથી બચી શકે છે. ૩૩
वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञाना
नन्तफला इति प्रतिपक्षभावनम् ॥३४॥ સૂત્રાર્થ – વિતf fહંસાય :) યમ-નિયમોના વિરોધી વિતર્ક-હિંસા આદિ. (આદિ શબ્દથી અસત્ય, ચોરી, વગેરેનું ગ્રહણ છે.) ભાવ (ત-રિત અનુમતિ ) કૃત = સ્વયં કરેલું, કારિત = બીજાં દ્વારા કરાવેલું, અનુમોદિત = અનુમોદન (ઇચ્છા બતાવીને) કરીને કરાવેલા ભેદથી, ત્રણ પ્રકારના છે. અને તેનોમ-ક્રોધ-મોદપૂર્વ :) તેમનાં કારણો, લોભ, ક્રોધ તથા મોહપૂર્વક હોવાથી વિતર્કોના નવ ભેદ થયા અને (મૃદુ મધ્ય મધનાત્રા) હિંસા આદિ વિતર્કોનાં મૃદુ હલકુ, મધ્ય=મધ્યમ સ્તર, તથા અધિમાત્ર ઉન્નત સ્તરના રૂપમાં ધર્મભેદ થવાથી પ્રત્યેકના ૨૭-૨૭ભેદ થાય છે અને ટુવાજ્ઞાના નન્તપ્તના:) એ વિતર્કો હિંસા આદિ અનંત = અસીમિત, અત્યધિક દુઃખ તથા અત્યધિક અજ્ઞાનરૂપ ફળોને આપનારા છે. તો આ પ્રકારે યોગીએ વિતર્કોના પરિણામ પર સમ્યક્ ચિંતન કરીને પ્રતિપક્ષમાવન) હિંસા આદિ વિતર્કોના પ્રતિપક્ષ = વિરોધી ભાવો અહિંસા આદિ મહાવ્રતોનું અનુષ્ઠાન કરવું જોઈએ. ભાપ્ય અનુવાદ - એ બધા વિતર્કોમાં હિંસાના ત્રણ ભેદ છે – સૂતા = સ્વયં કરેલી,
રિતા = બીજા દ્વારા કરાવેલી, મનોવિતા= હિંસાના કાર્યને માટે અનુમોદિત અથવા પ્રેરિત કરેલી. ત્રણ પ્રકારની હિંસામાંથી પ્રત્યેક હિંસાના લોભ, ક્રોધ અને મોહપૂર્વક હોવાથી ફરીથી ત્રણ ત્રણ ભેદ છે. લોભ દ્વારા કરેલી, કરાવેલી અથવા અનુમોદિત કરેલી હિંસા, માંસ, ચામડું અથવા બીજા કોઈ લોભની પૂર્તિને માટે હોય છે. ક્રોધજન્ય હિંસા કૃત, કારિત અને અનુમોદિત ત્રણેય પ્રકારની એટલા માટે કરવામાં આવે છે કે હિંસિત થનારા પ્રાણીએ મારું કશુંક અનિષ્ટ કર્યું છે. મોહ દ્વારા કૃત, કારિત, અને
૧૯૮
યોગદર્શન
For Private and Personal Use Only