SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમજવો જ સMદ્ર્શન = યથાર્થજ્ઞાન છે. ભાવાર્થ - કર્ભાશયનો વિપાક જન્મ, આયુ તથા ભોગ હોય છે અને આ પુણ્યકર્મોના કારણે સુખમય તથા અપુણ્યકર્મોના કારણે દુઃખમય હોય છે પરંતુ યોગીને માટે લકિક સુખમય વિષયોનું સુખ પણ દુઃખમય જ હોય છે. તેનું કારણ એ છે કે આ વિષય-સુખ અવિદ્યાવશજ દેખાય છે. જયારે આ સુખોનાં પરિણામ આદિ પર વિચાર કરવામાં આવે તો નિશ્ચિતરૂપે આ સુખ પણ દુઃખમય જ હોય છે. અને એ સુખ પ્રાણીઓને પીડા આપ્યા વગર ભોગવી શકાતું નથી. આ સુખોમાં જે દુઃખમિશ્રિત છે, તેને સામાન્ય જન અનુભવ નથી કરી શકતા. પરંતુ યોગી તેમનાં પરિણામોને જાણી લે છે. માટે તેને માટે બધાં જ લૌકિક (સાંસારિક) સુખો પણ દુઃખમય જ છે. લૌકિક ભોગાસક્ત હોવું સુખનું કારણ નથી - પ્રત્યેક પ્રાણી સુખોની શોધમાં ભાગતો ફરે છે, પરંતુ તે વાસ્તવિક સુખને પ્રત ન કરતાં વિષયસુખોમાં સુખ અનુભવ કરે છે. પરંતુ વિપયસુખોમાં આસક્ત થવું એ એમ જ અતિશય દુઃખોથી ઘેરાઈ જવું છે. જેમ કે કોઈ વ્યક્તિ વાંછ કરડવાના ડરથી ભાગીને બીજી તરફ દોડવા લાગ્યો, પરંતુ ત્યાં સાપે તેને કરડી લીધો. જો કે બંનેનું કરડવું દુ:ખદ છે, પરંતુ વીંછીનો ડંખ થોડા સમય સુધી દુઃખ આપે છે, જયારે સાપનો ડંખ તો તેનાથી વધારે ભયંકર અને જીવનને પણ સમાપ્ત કરી દે છે. આ જ પ્રમાણે દુઃખોથી સંતપ્ત (પીડાતી) વ્યક્તિનું સુખની ઇચ્છાથી વિપયામાં ફસાવું, જીવનને જ નાશ કરી દેવું છે અને મહાદુઃખ સાગરમાં ડૂબી જવું છે. વિષયસુખ યોગીને જ શું કામ દુઃખી કરે છે? - સામાન્ય મનુષ્ય અને યોગી પુરુપમાં ઘણો જ તફાવત હોય છે. વ્યાસ-ભાષ્યમાં યોગીને “ક્ષપાત્રત્વ કહીને આ રહસ્યને સ્પષ્ટ કર્યું છે. જેમ કે કરોળિયાનાં જાળાંનો તાર શરીરના બીજા ભાગો પર લાગવાથી દુઃખદ નથી લાગતો. પરંતુ તે જ તાર આંખમાં પડી જાય તો સ્પર્શ માત્રથી જ ઘણું દુઃખ થાય છે. એ જ પ્રકારે સાંસારિક વિષયોનું સુખસામાન્ય માણસોને દુખ આપનારું નથી જણાતું. પરંતુ અક્ષિાપાત્રની સમાન નિર્મળ ચિત્તવાળા (અવિદ્યા આદિ ક્લેશોથી રહિત) યોગીને અવશ્ય દુઃખ આપે છે. સામાન્ય પુરુષ તો પ્રથમ સુખમય જણાતા વિષયસુખોને ભોગવતો-ભોગવતો ભોગનાં સાધનોના સંગ્રહમાં જ લાગેલો રહે છે. અને અવિદ્યામૂલક વાસનાઓના કારણે વિષયસુખમાં જ મોહ મમતાના કારણે તેવું જ સુખ અનુભવ કરે છે, જેમ કૂતરું હાડકાંને ચાવતાં પોતાના લોહીને જ ચાટી હાડકાંમાંથી મળતો સ્વાદ માની બેસે છે તેમ તે જન્મ જન્માંતરો સુધી વિષયોની ધકપકતા અગ્નિમાં જ બળતો રહે છે. પરંતુ યોગી આ વિષયસુખોમાં નીચે લખેલાં કારણોથી દુઃખની અનુભૂતિ કરે છે. - (૧) પરિણામ દુઃખ - બધાં જ સાંસરિક સુખોનું પરિણામ દુઃખ જ નીકળે છે. સંસ્કૃત ભાષામાં એ લોક કહેવત પ્રસિદ્ધ છે કે – “નાના બા?' અર્થાત પ્રત્યેક કાર્યના ૧૫ર યોગદર્શન For Private and Personal Use Only
SR No.020548
Book TitlePatanjal Yogdarshan
Original Sutra AuthorN/A
AuthorRajveer Shastri
PublisherDarshan Yog Mahavidyalay
Publication Year1999
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy