________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિશેષ પરીક્ષા પદ્ધતિઓનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેમ કે -
*
(૧) વેદ સ્વતઃપ્રમાણ ગ્રંથ છે. કુરાન, પુરાણ તથા બાઈબલ વગેરે નથી, તેનો નિર્ણય કેવી રીતે કરવો ? આ વિપયમાં દર્શનકારે સ્પષ્ટ ઉહાપોહ કરવાની જે પદ્ધતિ લખી છે, મહર્ષિ દયાનંદે તેને જ અપનાવીને સત્ય-અસત્યનો નિર્ણય કર્યો છે. દર્શનકાર લખે છે. તેવુ પ્રામાણ્યમનૃત-વ્યાધાતા-પુનવત્તોષમ્યઃ ।। (ન્યા. ૨૧/૫૭) અર્થાત્ જે પુસ્તકમાં ત્રણ દોપ હોય તે પ્રમાણ કરવા યોગ્ય નથી હોઈ શકતું. અર્થાત્ જેમાં મિથ્યાવાતોનો ઉલ્લેખ હોય, પરસ્પર વિરોધી વાતો લખી હોય અને પુનરુક્ત અસંબદ્ધ વાતોનો સમાવેશ હોય, તે પુસ્તક પ્રામાણિક નથી હોઈ શકતું. (* જોકે આ સૂત્ર કોઈ અન્ય વિષય પર દર્શનકારે લખ્યું છે. જેમ તે વિષયમાં આ હેતુઓ છે, તે જ રીતે અન્યત્ર પણ લગાવવું જોઈએ.)
(૨) અને ન્યાયની કસોટી બતાવતાં ન્યાય તથા વાત્સ્યાયનભાપ્ય (ન્યા. ૧ ૧ ૧)માં સ્પષ્ટ લખ્યું છે - ‘પ્રમાર્થપરીક્ષળ ન્યાય ઃ ।' પ્રમાણોથી કોઈ પદાર્થની પરીક્ષા કરવી જ ન્યાય છે. જેમ કે દીપક વગેરે પ્રકાશ કરવાનાં સાધનોથી વસ્તુઓનો ભાવ તથા અભાવનું જ્ઞાન થાય છે તે જ પ્રકારે પ્રમાણથી સત, અસત વસ્તુઓનું જ્ઞાન થઈ જાય છે. (૩) અને જે વ્યક્તિઓ વેદ આદિ શાસ્ત્રો પર પણ વિશ્વાસ નથી કરતાં, તેમની સાથે સત્યાસત્યનો નિર્ણય કેવી રીતે કરવો ? તેના માટે દર્શનકારે પાંચ અવયવવાળા પરાર્થ અનુમાનનો નિર્દેશ કર્યો છે. અર્થાત્ પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય તથા નિગમન દ્વારા સત્ય-અસત્યનો નિર્ણય કરવો. ન્યાયદર્શન ૧/૨/૧ માં વાદ (શાસ્ત્રાર્થ)નું સ્વરૂપ જ એ બતાવ્યું છે કે – પ્રમાણ તથા તર્કથી સ્વપક્ષનું ખંડન તથા પ૨પક્ષનું ખંડન કરવું જોઈએ અને પાંચ અવયવો દ્વારા પક્ષ-વિપક્ષનો નિર્ણય કરવો એને જ વાદ કહેવાય છે. હેતુ તથા ઉદાહરણ વગેરેથી હીન પ્રતિજ્ઞા કરનારો પરાજિત કહેવાય છે.
(૪) આ જ પ્રકારે પરીક્ષાની બીજી એક વિધિ - તર્ક છે. અનિર્ણીત વિષયનો નિર્ણય ક૨વાને માટે હેતુ આદિથી તત્ત્વજ્ઞાનને માટે ઊહા કરવી ‘તર્ક' કહેવાય છે. તર્કથી મિથ્યા મત-મતાંતરવાળા તો ઘણા જ ભયભીત રહે છે. પરંતુ ધર્મ-અધર્મના નિર્ણયમાં તર્ક ઘણો જ સહાયક થાય છે.
૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) આ જ પ્રકારે સૂક્ષ્મ વિષયોના જ્ઞાન માટે પણ પરીક્ષાની વિધિઓ દર્શનકારોએ લખી છે જેમ કે - કારણ વિના કાર્ય નથી થતું. અન્ય દ્વારા જોએલી કે સાંભળેલી વસ્તુનું સ્મરણ બીજાને નથી થતું. મૃત્યુનો ભય બધાને સતાવે છે, અને પૂર્વ અનુભવ વિના એ (ભય) નથી થઈ શકતો. એક સમયમાં એક જ જ્ઞાન થાય છે, અનેક નહીં. કર્તા વિના કોઈ વસ્તુ બની શકતી નથી. ઇત્યાદિ પરીક્ષાની વિધિઓથી પુનર્જન્મની, જીવાત્માની, ઇંદ્રિયોથી ભિન્ન મનની, સૂક્ષ્મ-પ્રકૃતિની, અને સર્વ વ્યાપક ૫રમાત્માની સત્તાનો બોધ થાય છે. આ પ્રકારની સૂક્ષ્મ વિષયોને જાણવાની પરીક્ષા-પદ્ધતિઓથી દર્શનશાસ્ત્ર ઓતપ્રોત છે. જેમને અપનાવવાથી બધી જ મિથ્યા-ભ્રાન્તિઓ, સંશયો તથા અજ્ઞાનનો
યોગદર્શન
For Private and Personal Use Only