________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम् ॥ ४५ ॥ સૂત્રાર્થ - પૂર્વ સૂત્રમાં સવિચારા-નિર્વિચારા સમાપત્તિઓનો ધ્યેયવિષય સૂક્ષ્મ બતાવ્યો છે (૨) અને સૂક્ષ્મવિયત્વF) એ સૂક્ષ્મ વિપયતા (તિપર્યવસાનમ) અલિંગ=મૂળ પ્રકૃતિ પર્વત હોય છે. ભાપ્ય અનુવાદ – પૃથ્વીના અg=પરમાણુનો સૂક્ષ્મ વિષય ગંધતન્માત્રા છે. જળના પરમાણુનો સૂક્ષ્મ વિષય રસતન્માત્રા છે. અગ્નિના પરમાણુનો સૂક્ષ્મ વિપયરૂપતન્માત્રા છે. વાયુના પરમાણુનો સૂક્ષ્મ વિષય સ્પર્શતન્માત્રા છે. અને આકાશના પરમાણુનો સૂક્ષ્મ વિપય શબ્દતન્માત્રા છે. તે બધી તન્માત્રાઓનો સૂક્ષ્મ વિય અહંકાર. આ અહંકારનો પણ સૂક્ષ્મ વિષય ઉતVIEWત્ર=મહત્તત્ત્વ છે. આ લિંગમાત્ર=મહત્તત્ત્વનો પણ સૂક્ષ્મ વિષય ગતિ =અવ્યક્ત પ્રકૃતિ છે. આ અવ્યક્ત પ્રકૃતિથી સૂક્ષ્મ કશું નથી.
(પ્રશ્ન) નિશ્ચયથી (અવ્યક્ત પ્રકૃતિથી) સૂક્ષ્મ પુરુષ–પરમાત્મા છે? (ઉત્તર) ઠીક છે. પુરુ૫ પ્રકૃતિથી સૂક્ષ્મ છે. પરંતુ જેવી ઉતા=મહત્તત્ત્વથી તા=અવ્યક્ત-પ્રકૃતિની સૂક્ષ્મતા છે, તેવી જ સૂક્ષ્મતા (વ્યક્ત કે અવ્યક્તની સરખામણીમાં) પુરુષની નથી, કેમ કેપુરુષ ઉતા=મહત્તત્ત્વનું અન્વયRT=ઉપાદાન કારણ નથી. હેતુનિમિત્ત કારણ તો છે. એટલા માટે પ્રથાને = પ્રકૃતિ તત્ત્વમાં નિતિશય = અતુલનીય (સરખાવી ન શકાય તેવી) સૂમતા કહી છે. ભાવાર્થ- (ક) આ સૂત્રમાં અલિંગ' પદમૂળ પ્રકૃતિને માટે આવ્યો છે. જેલીન=અંતર્પિત અર્થનો બોધ કરાવે, તે લિંગ હોય છે. પ્રત્યેક કાર્ય પદાર્થ તેના કારણનું લિંગ (ઓળખાણ) ચિહ્ન હોય છે. કેમ કે કાર્યને જોઈને તેના અદશ્ય નહીં દેખાતા) કારણનું જ્ઞાન થાય છે. અને કાર્યથી કારણ સૂક્ષ્મ હોય છે. આનાથી પહેલા સૂત્રમાં સવિચારા નિર્વિચારા સમાપત્તિઓનો ધ્યેય-વિષય સૂક્ષ્મ કહ્યો છે. યોગી આ સમાપત્તિનો અભ્યાસ કરતાં કરતાં મૂળ પ્રકૃતિ સુધી પહોંચી શકે છે. વ્યાસભાપ્યમાં મૂળ પ્રકૃતિનાં વિભિન્ન સ્થૂળ કાર્યોને બતાવ્યાં છે. અર્થાતુ પૃથ્વી આદિ અણુ સૂક્ષ્મભૂતો (તન્માત્રાઓ)ના કાર્ય છે. સૂક્ષ્મ ભૂત અહંકારનું કાર્ય છે. અહંકાર મહત્તત્ત્વનું કાર્ય છે. અને મહત્તત્ત્વ મૂળ પ્રકૃતિનું કાર્ય છે. માટે ઉપાદાનમૂલક આ કાર્ય-કારણ પરંપરામાં પ્રકૃતિ મૂળ કારણ છે, અને તેનું કારણ કોઈ નથી. (ખ) જોકે પુરુપ આત્મતત્ત્વ પ્રકૃતિથી પણ સૂક્ષ્મ છે. પરંતુ ઉપાદાનમૂલક આ કાર્ય-કારણ (સ્થૂળ-સૂક્ષ્મ) પરંપરામાં તેનું પરિગણન નથી કર્યું. કેમ કે પુરુપ નિર્વિકાર છે. તેનું કાર્ય કોઈ પદાર્થ નથી અથવા આ પ્રકારે કહેવું જોઈએ કે પુરુષ કોઈનું ઉપાદાન કારણ નથી. અહીં કોઈનેય એ પ્રકારનો સંદેહ ન થઈ જાય કે પ્રકૃતિથી સૂક્ષ્મ કોઈ પદાર્થ નથી. એટલા માટે વ્યાસ ભાગ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે પ્રકૃતિથી સૂક્ષ્મ પુરુપ આત્મતત્ત્વ છે. પરંતુ તે લિંગાન્ડયિકારણ=ઉપાદાન કારણ નથી, નિમિત્ત કારણ તો છે. માટે ઉપાદાન કારણની દ્રષ્ટિથી પ્રધાન=પ્રકૃતિને નિરતિશય સૂક્ષ્મ કહી છે.
૧૧૨
યોગદર્શન
For Private and Personal Use Only