________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને જ આમાંને પર્યાય સ્વીકારવાનો છે. આ બધા પર્યાના ગુણદોષાદિ વિશે તેમ પરિભાષાના પ્રશ્ન વિશે સામાન્ય વિવેચન કેશના બી-: ભાગના પ્રારંભમાં બને તો ઉપદૂઘાતરૂપે કરવા ધારણા છે. તેથી અત્યારે તે સંક્ષેપમાં એટલું જ કહેવાનું છે કે જે બધા પર્યાય અહીં આપ્યા છે તેમને મોટો ભાગ તે કામચલાઉ કે પરીક્ષ્યમાણ દશાનો જ સમજવાનું છે, એમાંના કેટલાક દેખીતા જ દૂષિત, અપૂર્ણ કે અસ્વીકાર્ય ગણાય એવા છે. કેટલાક શંકાસ્પદ છે, ને કેટલાકને માટે ખુદ યોજક પોતે જ અસંતુષ્ટ છે. એટલે આમાંના કેઈ પણ પર્યાય માટે અંતિમતાને દાવો બેજકનો કે સંગ્રાહકનો કોઇનો છે જ નહિ. આમાંના કેટલા સર્વથા યથાર્થ છે, કેટલા ભાષા અપનાવી શકે એમ છે એનો નિર્ણય તે વિદ્વાનોએ અને તેથી પણ વિશેષ તો કાલભગવાને હજુ કરવાનો છે.
પર્યાયના કર્તુત્વનો નિર્ણય બને તેટલી ચોકસાઈથી કરવા શ્રમ લીધે છે. પરિણામે કાઈ પણ અભ્યાસક જોઈ શકશે કે ઘણખરા પર્યાય એના આદિ યાજકને નામે જ મૂકી શકાય છે. છતાં એકેએક પર્યાયના સંબંધમાં એમ થઈ શકયું છે એવો દાવો કરી શકાય એમ નથી. વસ્તુતઃ સઘળા પર્યાયેના સંબંધમાં એ ચોક્કસ નિર્ણય શકય પણ જણાતો નથી. કેમકે એ નિર્ણયના સાધનરૂપ પ્રારંભકાળનું કેટલુંક પામય સદાને માટે લુપ્ત થયું છે. એટલે એવા શબ્દો માટે તો એમ જ લાગે છે કે બહુ બહુ તો એના વિશે એટલો જ કર્તવનિર્ણય કરી શકાશે કે તે અમુક યુગમાં અમુક દસકાની આસપાસ યોજાયેલા. છતાં આ કેસમાં કેટલાક પર્યાય તે અવશ્ય એવા નીકળશે કે જેની યોજના અહીં દર્શાવેલ લેખક પૂર્વે પણ અન્ય કોઈએ કરી હોવાનું કોઈ વિદ્વાન કે અભ્યાસકને પિતાની વિશિષ્ટ માહિતીને અંગે જણાઈ આવે. આવા સર્વ પ્રસંગોમાં તે વિદ્વાન જે પિતાની માહિતીની જાણ જાહેર કે ખાનગી ગમે તે રીતે મને કરી શકશે, તો કેશનો હસ્તલેખ તૈયાર કરતી વખતે કોઈ કારણે રહી ગયા હોય એવા શબ્દોને માટે બીજા ભાગને અંતે એક પૂતિ આપવાની છે તેમાં, અગર નહિ તે છેવટ બીજી આવૃત્તિનો અવસર આવશે તે તેમાં એ માહિતીને લાભ અચૂક લેવામાં આવશે.
અવતરણો આપવાનો આશય દિવિધ છે: (૧) નિર્દિષ્ટ પર્યાય નિર્દિષ્ટ લેખકે યોજ્યો જ છે અને પુરાવે તેમાંથી મળી આવે, એટલે કેાઈને પણ શંકાનું કારણ ન રહે. (૨) પ્રસ્તુત પર્યાય કેવા અર્થમાં કેવા સંદર્ભમાં વાપરી શકાય એનો સ્પષ્ટ
ખ્યાલ વાચકને થઈ શકે. તે સંદર્ભને સ્પષ્ટ ખ્યાલ આવી શકે એટલા માટે જ અવતરણ વિસ્તારપૂર્વક આપ્યાં છે. વળી વિસ્તારપૂર્વક આપવાનું બીજું કારણ એ પણ છે કે લેખક અમુક વિષયની ચર્ચા કરતા હોય ત્યારે કેટલીક વાર તેને એ વિષયને લગતી એક કરતાં વધુ વસ્તુઓ, છાયા, બાજુઓ કે અંશને એકી સાથે વિચાર કરવો પડે છે. ઉદાહરણ તરીકે Abstractની ચર્ચા કરતાં એને Concrete વિશે પણ પડછારૂપે કંઈક કહેવું પડે છે. એટલે બને છે એવું કે Abstract ને લગતા અવતરણમાં Concreteને લગતું અવતરણ પણ સમાવી લેવું પડે છે. તે જ લેખકનું વકતવ્ય યથાતથ સમજાય છે, ને તે જ અવતરણનો ઉદ્દેશ સફળ થાય છે. એટલે આવા સર્વ પ્રસંગમાં પર્યાયના મૂળભૂત એક જ વાકય ન લેતાં જરૂર પડે ત્યાં એની આજૂબાજૂનાં વાકયોનો
For Private and Personal Use Only