________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દો એકઠા કરી તે દરેકને માટે અર્થવાહક પર્યાય ગુજરાતીમાં યોજી એક સંગ્રહ પ્રકટ કરવાની લાંબા વખતથી અગત્ય જણાઈ છે. આ અગત્યને પૂરી પાડવાનો આ કેશ એ એક યતકિચિત યત્ન છે. આમાં એવા સંગ્રહ કરતાં ભિન્નતા એટલી છે કે આમાંના પ્રતિશબ્દો કેઈ એક જ વ્યક્તિએ યોજેલા નથી તેમ એકી સપાટે પણ યોજેલા નથી, પરંતુ આખા ગુજરાતના છેલ્લાં પણસો વરસ જેટલા ગાળાના જુદા જુદા પ્રતિષ્ઠિત લેખકોએ પોતપોતાનાં લખાણમાં જરૂર પડતાં જે જે પર્યાય પ્રસંગોપાત્ત યોજેલા તે સઘળા તેમની કૃતિઓમાંથી તારવી આંહીં એકઠા કરવા યત્ન કર્યો છે. આ યોજનામાં બે લાભ રહ્યા છે. એક તો એ કે એક જ વ્યકિત, મંડળ, કે સંસ્થાના ઘડતરમાં જે મનસ્વિતા, અવિવિધતા, જડતા કે તરંગીપણું આવી જવાનો ભય રહે છે તેને માટે આમાં અવકાશ નથી, ને બીજું એ કે એક કરતાં વધુ લેખકના પર્યાયો સાથોસાથ મૂકેલા હોવાથી વિવેકપૂર્વક પસંદગી કરવાનું બહોળું ક્ષેત્ર ખુલ્લું રહે છે. એટલે એક રીતે આ કેશ ગુજરાતી પર્યાયોનો સંગ્રહ તેમ ઇતિહાસ ઉભય છે, ને તેથી પરિભાષારસિકોને તે બેવડી રીતે ઉપયોગી થઈ પડશે એવી આશા છે.
વૈજ્ઞાનિક પરિભાષાના કશ એક કરતાં વધારે ગુજરાતીમાં કયારના બહાર પડી ગયા છે તેથી, તથા ભૌતિક વિજ્ઞાનના પારિભાષિક શબ્દો બધા મૂળ પ્રમાણે અંગ્રેજી જ રાખવા કે તે બધાના ગુજરાતી પર્યાયો યોજવા કે એ બન્ને મતોનું મિશ્રણ કરી કયાંક મૂળ ને કયાંક ભાષાન્તર એવી યોજના રાખવી એ વિશે ખુદ વિજ્ઞાનવિદોમાં જ હજુ વિવાદ ચાલી રહ્યો છે તેથી આ કોશમાં એ ભૌતિક વિજ્ઞાનના શબ્દો છોડી દીધા છે ને મેટે ભાગે ફિલસૂફી જેવાં અમૂર્ત વિજ્ઞાન તથા સમાજવિષયને લગતાં મૂર્તિ વિજ્ઞાનની જ પરિભાષાને આમાં સમાવેશ કર્યો છે. એટલે ન્યાયશાસ્ત્ર (logic), માનસશાસ્ત્ર (psychology), પરમાર્થશાસ્ત્ર (metaphysics), અર્થશાસ્ત્ર (Economics) સાહિત્ય, કળા આદિ વિષયને લગતા પારિભાષિક શબ્દો જ મુખ્યત્વે આ કેશમાંથી મળી શકશે.
કેશની સામગ્રીની વ્યવસ્થા કંઈક આવી રાખી છે. પ્રથમ મૂળ અંગ્રેજી શબ્દો કક્કાવારી ક્રમમાં મૂક્યો છે. પછી જો જરૂર હોય તો અર્ધચંદ્ર કસમાં જે શાસ્ત્ર કે વિષયને લગતો એનો અર્થ થતો હોય તેનું નામ ઇટાલિક બીબાંમાં આપ્યું છે. (જેમકે Abasia, (Psycho-analysis); Distribution, (Logic ); Landlordism, (Economics)) બહુધા તે જે ગુજરાતી પુસ્તકમાંથી પર્યાયનું આધારભૂત અવતરણ આપેલું છે તે જ ક્યા વિષયને ઉદ્દેશીને એ પર્યાય યોજાયો છે એનો નિર્દેશ કરી દે છે, એટલે સર્વત્ર કંસમાં વિષયનિર્દેશ કરવાની જરૂર જોઈ નથી. ફકત જે પર્યાયો નવા યોજાઈ ને આવ્યા છે, અથવા જેનાં અવતરણો નથી મળ્યાં, તેના સંબંધમાં જ આવા કેસ આપ્યા છે. કોંસ પછી ગુજરાતી પર્યાય અતિહાસિક ક્રમ પ્રમાણે ગોઠવીને મૂકવાનું ધોરણ રાખ્યું છે. મૂળ શબ્દના જ્યાં એક કરતાં વધુ અર્થભેદ થતા હોય ને એ સઘળા અર્થભેદોને માટે ગુજરાતી પર્યાયો મળી શક્યા હોય, ત્યાં પ્રથમ અર્થભેદદર્શક ક્રમાંક કાળા બીબામાં છાપી પછી પર્યાયદર્શક ક્રમાંક સાદા બીબામાં મૂકેલ છે. (ઉદાહરણ તરીકે
For Private and Personal Use Only