________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. સામાન્ય જમીનની માટીના વાસણમાં અનાજ રાંધી તેનું સેવન કરવાથી બળની વૃદ્ધિ થાય છે ને શરીરમાં તેજ આવે છે.
ઈનાં વાસણુ. રાંધવાનાં વાસણ ચિકણી માટીનાં, તાંબાનાં, સીસાનાં, સાધારણ માટીનાં, પથરાનાં, લાકડાનાં, લોઢાનાં તથા પિત્તળનાં બને છે. આમાં શાક કરવાને માટે મુખ્યત્વે કરીને માટીનાં વાસણ કામમાં લેવામાં આવે છે. લેઢાનાં કે પિત્તળનાં વાસણમાં શાક કરવામાં આવે તે તેમાંથી કાટ ઉતરે છે, અને તેમાં નાખેલા પદાર્થમાં તેને કંઈક અંશ જવાથી પિત્તવિકાર થાય છે. આવાં કારણને લીધે માટીના વાસણમાં શાક વગેરે કરવાનું ઉત્તમ ગણેલું છે. કેઈ કઈ વાર માટીના વાસણમાં શાક કરી લોઢાના કે પિત્તળના વાસણમાં તે કાઢી રાખવામાં આવે છે; પરંતુ આમલી વગેરે ખાટા પદાર્થ તેમાં નાખેલા હોય છે તે તે વાસણમાં કાઢેલાં શાક કઈ સારાં રહેતાં નથી.
૧. ચારો અથવા કડછીઃ—આના ખામણને પરીઘ (ઘેરાવો) બાર આંગળ તથા હાથો (દાંડે) ચેવીસ આંગળ રાખ જોઈએ. આવી કડછી સેનું, ચાંદી, લેડું વગેરે ધાતુની બને છે, ને ચાટે લાકડાને બને છે. પ્રવાહી પદાર્થ હલાવવાને માટે અથવા તેમાં વઘાર દેવાને માટે એની જરૂર પડે છે.
૨. ખાંડણીઃ–આ પથ્થરની અથવા લાકડાની બને છે. એ આસરે ચાર વેંત ઊંચી રાખવી. તેની ઉપરની બાજુને પરીઘ બે વેત જોઈએ ને એક સોળ આગળ ઉંડે એ તેની વચમાં ખાડે રાખો. આ ખાડાને વ્યાસ સાત આંગળ રાખવે. વળી ખાંડતાં કંઈ ભાગ બહાર ઉડી ન પડે તેટલા માટે ખાંડણ કરતાં ચાર આંગળ ઊંચું ને ગોળ પથ્થરનુ કે લાકડાનું ખામણું કરી તેમાં તેને બેસાડવામાં આવે છે.
For Private and Personal Use Only