________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦)
ઘી'.
ગાયનું ઘી–સારી ગાયનું દૂધ કાઢી, ગરમ કરી તેને આધકવું. બીજે દિવસે લેવીને માખણ કાઢવું, અને તે માખણમાંથી તપાવીને ઘી કાઢવું. આ ઘીના ગુણસમશીતોષ્ણ, ખાવામાં સ્વાદિષ્ટ, અને ગરમી સમાવનારું છે, શરીરમાંથી રૂક્ષતા જાય છે, શરીર સતેજ થાય છે આંખમાં ઠંડક લાગે છે, આ ઘી નાખીને કરેલા પદાર્થ ભાવે તેવા થાય છે ને શરીરની કાન્તિ વધારે છે ગરમ પ્રકૃતિવાળા માણસની છાતીમાં લેહી બગડે છે. ઉપાય—ધી મારેલું ખાવું અથવા ગરમ કરીને પીવું.
સ્ત્રીના દૂધના ગુણ અવગુણુ. લક્ષમી, અરૂંધતી જેવી કુળવાન ને રૂપવાન સ્ત્રીઓના દૂધના ગુણ–આ સમશીતોષ્ણ, કરાંઓને પીવામાં ઘણું જ ઉત્તમ, અને પોષ્ટિક છે; ઝાડા વધારે થતા હોય તો તે બંધ થાય છે, પિત્ત વધે છે, જેના શરીરમાં ઠંડક હોય છે અને જેને ઉધરસ થઈ હોય છે તેવાને ગુણ કરે છે શરીરની અંદર ગરમી હોવાને લીધે હેમાં છાલાં પડ્યાં હોય તે તથા શેષ દૂર કરે છે; પીશાબ બંધ થઈ ગયે હોય તે તે થવા લાગે છે; નાનાં છોકરાંઓને આ દૂધ શિવાય ગુણ કરે તે બીજે કઈ પણ પદાર્થ નથી. છોકરાની માના અથવા ધાવના દૂધમાં તેલ મેળવી છોકરાને પાવામાં આવે છે, તેથી અથવા આ દૂધમાં કકડે ભીને કરી, તે કકડાને ઘીમાં બોળી છોકરાનું માથું દુખતું હોય તે તેના ઉપર બાંધે છે તેથી, માથું દુખતું રહી જાય છે.
નાનાં છોકરાંને સ્ત્રીનું દૂધ પાવાથી સને પાત, વાત, પિત્ત, તથા કફથી આવેલે તાવ અને ત્રિદેષ જતા રહે
૧ પશુવન વેળે (માસ). ૨ પવન ચૈ (મદ્રાસી ).
For Private and Personal Use Only